Police became philanthropists News

રાજકોટમાં ફરિયાદ થતા જ પોલીસ પરોપકારી બની, તોડકાંડમાં ઉઘરાવેલા 4.5 લાખ રૂપિયા બોલાવી
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ પોલીસ નીચે તપાસનો રેલો આવતાની સાથે જ પોલીસ પરોપકારી બની ગઇ હતી. ઉઘરાવેલા તમામ હપ્તાઓ આક્ષેપ કરનારા વ્યક્તિઓને પરત કરવા લાગ્યા હતા. આજે ફરિયાદી જગજીવન સખિયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ 2 ફેબ્રુઆરીએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને કમિશ્નર બાજી અંગે પત્ર લખ્યો હતો અને તેના એક જ દિવસ બાદ આ મુદ્દે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તેના પુત્ર કિશનને બોલાવીને 4.50 લાખ પરત કરી દેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતના પુરાવા તરીકે વીડિયો પણ તેમણે રજુ કર્યો હતો. જો કે આ રકમ શેની છે તે અંગે કોઇ ખુલાસો કરાયો નહોતો. આ ઉપરાંત આ ઉપરાંત દાવો કરાયો કે મુદ્દામાલ પાવતી બનાવી હતી તો પછી મને પરત આપવી જોઇએ. જે અપાઇ નથી. આ પૈસા પોલીસ કમિશ્નરે આપ્યા કે પીઆઇ વી.કે ગઢવીએ આપ્યા તે હાલ સૌથી મોટો સવાલ છે. 
Feb 19,2022, 18:24 PM IST

Trending news