One more announcement News

વેકેશનની જાહેરાત: વિદ્યાર્થીઓ આનંદો, માસ પ્રમોશન બાદ વધારે એક જાહેરાત, આ તારીખથી...
સાંપ્રત વૈશ્વિક કોરોના મહામારીની સમસ્યાને કારણે નવું શૈક્ષણિક વર્ષ અગાઉ મુજબ અર્થાત ઉનાળું વેકેશન પૂરૂ થયેથી શરૂ કરવાનું રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ ૨૧ માં શાળાઓમાં ઉનાળું વેકેશન તા .03 / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ દરમ્યાન રહેશે. કોરોના (COVID 19)નાં સંક્રમણથી ઉત્પન્ન થયેલ વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી /અધિકારીઓ પૈકી જે કર્મચારી/ અધિકારીઓને કોઈ કામગીરી સોંપવામાં આવેલ ન હોય તેવા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી/અધિકારીઓએ શાળાએ આવવાનું રહેશે નહીં. 
Apr 28,2021, 18:57 PM IST

Trending news