Next 30 years News

આગામી 30 વર્ષ સુધી ગુજરાતને નંબર 1 રાખવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ટકોર
અષાઢી બીજના પવિત્ર દિવસે પોતાના સંસદીય ક્ષેત્રમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને અને ભાજપના કાર્યકરોને આગામી 30 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપની સત્તા રહે તે માટે અપીલ કરી હતી. સાણંદ વિધાનસભાના મોડાસર ખાતે તેમણે જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મોડાસરને સ્મોક ફ્રિ વિલેજ બનાવવાની નેમ સાથે ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કર્યું હતું. પોતાના સંબોધનના અંતમાં સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલેને ફરી જીતાડીને વિધાનસભામાં મોકલવા અપીલ કરી હતી. જેનો સીધો અર્થે એ થાય છે કે સાણંદ વિધાનસભા બેઠક પર હવે વર્તમાન ધારાસભ્ય કનુભાઈ પટેલની ટિકિટ નિશ્ચિત થઈ ગઈ છે. જે અત્યાર સુધીની પહેલી ટિકિટ હશે કારણકે સપ્ટેમ્બર 2021માં સમગ્ર સરકાર બદલાવ્યા બાદ અનેક સિનિયર ધારાસભ્યોની ટિકિટ પર સંકટ છે. તેવામાં ખૂદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કનુભાઈ પટેલની દાવેદારી સાણંદ બેઠક પર નિશ્ચિત કરી દીધી છે.
Jul 1,2022, 20:42 PM IST

Trending news