Name of gold biscuits News

જમીનમાંથી નિકળશે સોનાના બિસ્કિટના નામે લાખોની ઠગાઇ, મુર્ખામી પર હસવું જરૂર આવશે!
જીલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામે ખેડૂત સાથે છેતરપીંડી કરનાર છ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. ખેતરમાં જમીનમાં માયા (સોનું) હોવાનું જણાવી 4.71 લાખની છેતરપીંડી કરવામાં આવી હતી. ફરીયાદી ઉપર દેણું થઈ જતાં જમીન વેચી હતી. જેના રૂપિયા આવ્યા હોવાની જાણ થતાં ફરીયાદીને શિશામાં ઉતારવાનો પ્લાન બનાવાયો હતો. આરોપીને સોનું બતાવીને છેતરપીંડી કરવામાં માહિર એવા શખ્સ સાથે સંપર્ક હતો. જેથી તાંત્રિક વિધિ કરીને જમીનમાં સોનું મળશે તેના માટે પહેલા 51 હજારના ખર્ચે પીત્તળના બિસ્કીટને સોનાના બિસ્કીટ ગણાવી ફરીયાદીને વિશ્વાસમાં લઈ બાદમાં 4.20 લાખની રકમ લીધી હતી. તાંત્રિક વિધિ કર્યા બાદ રૂપિયા લઈ બે ત્રણ દિવસ પછી સોનું મળશે તેવું જણાવી આરોપી ફરાર થઈ ગયા હતા. ત્રણ દિવસ પછી જમીનમાંથી કશું નહીં નીકળતાં પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતાં ખેડૂતે ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદને આધારે પોલીસે તમામ છ આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jan 3,2021, 23:48 PM IST

Trending news