Moved News

DPSની પ્રાથમિક શાળાની માન્યતા રદ્દ, વિદ્યાર્થીઓને નજીકની શાળાઓમાં મોકલાશે
સરકારની પાસે કોઇ નીતિ કે લાંબા ગાળાની દ્રષ્ટી ન હોય તે રીતે અંધાધુંધ પગલા ઉઠાવી રહી છે. હાલમાં જ નિત્યાનંદ વિવાદ બહાર આવ્યા બાદ સાથે સંડોવાયેલી ડીપીએસ સ્કુલનું ભોપાળુ પણ બહાર આવ્યું હતું. જમીનથી માંડીને અનેક સ્તર પર ગેરરીતી શાળા દ્વારા આચરવામાં આવી હતી. 10 વર્ષ કરતા પણ વધારે સમયથી ચાલતી આ શાળાને સરકાર દ્વારા અચાનક બંધ કરી દેવાઇ છે. તેમાં ભણતા વિદ્યાર્થીઓ અને તેનાં ભાવીની ચિંતા કર્યા વગર એકાએક સીલ કરી દેવાઇ છે. આ વર્ષ અથવા સત્ર પુર્ણ થયા બાદ બંધ કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવાનાં બદલે સરકારે રાતોરાત શાળાને તાળા મારી દેતા સેંકડો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સામે ખતરો તોળાઇ રહ્યો છે. હાલ સરકાર ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારી રહી હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓનાં વાલીઓ દ્વારા વિરોધ છતા પણ સમગ્ર શાળાને સીલ મારી દેવાયું છે. 
Dec 2,2019, 19:52 PM IST

Trending news