Made arrangements News

તંત્રના ભરોસે રહેશો નહી! નિવૃત આર્મી જવાનોએ પોતાના વિસ્તારમાં પાણી પહોંચાડવાનું શરૂ
 દેશની રક્ષા કાજે સતત ખડેપગે ફરજ બજાવતાં સૈનિકો પોતાની માતૃભૂમિના રહીશોને પાણી ની પડતી તકલીફના નિવારણ માટે મેદાનમાં આવ્યા છે. પંચમહાલના મોરવા હડફના નવાગામના એક મહિલા સહિત કુલ 15 જવાનો દેશના રક્ષણ માટે આર્મી, બીએસએફ સહિત પેરા મિલેટ્રી ફોર્સમાં ફરજ બજાવી રહ્યા છે. કેટલાક નિવૃત થયા છે આ સૈનિકો દ્વારા ગામના જે રહીશો પાણીની સમસ્યાનો ભારે સામનો કરી રહ્યા છે તેઓની વ્હારે આવી સ્વ ખર્ચે ટેન્કર મારફતે ચોમાસા સુધી પાણી પૂરું પાડવાનો પ્રારંભ કર્યો છે. ગામના જવાનો દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિકો બિરદાવી રહ્યા છે. ગામમાં સરકારની યોજના હેઠળ જલ્દી પાણી મળે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી રહ્યા છે.
Apr 11,2022, 17:38 PM IST
BHAVNAGAR માં પાણી મુદ્દે નહી સર્જાઇ કકળાટ, કોર્પોરેશને કરી વ્યવસ્થા
Sep 18,2021, 0:17 AM IST

Trending news