ગુજરાતીઓ લદ્દાખમાં ફરવા જશે તો પણ તેમને પોતિકા પણુ અનુભવાશે, યુનિવર્સિટીએ કરી વ્યવસ્થા
Trending Photos
અતુલ તિવારી/લદ્દાખ : ગુજરાતની સંસ્કૃતિના દર્શન હવે લદાખમાં થશે. ગુજરાત યુનિવર્સિટી તેમજ લદાખ યુનિવર્સિટી વચ્ચે થયેલા MoU નાં ભાગરૂપે લેહ ખાતે લદાખ યુનિવર્સિટીમાં ગુજરાત ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન લદાખમાં સાંસદ, CEC દ્વારા કરવામાં આવ્યું. લદાખ યુનિવર્સિટીમાં બનાવાયેલા ગુજરાત ભવનમાં દ્વારકાધીશના દર્શનની સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સાહિત્ય, સરદાર પટેલ, ગાંધીજીનો ફોટો, ચરખો તેમજ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની અલગ અલગ કલાકૃત્તિઓ પ્રસ્તુત કરવામાં આવી છે.
5 મહિના અગાઉ ગુજરાત યુનિવર્સિટીએ લદાખ યુનિવર્સીટી સાથે હેલ્થકેર, સસ્ટેનેબલિટી અને એનવાયરમેન્ટને લાગતા MOU સાઇન કરાયા હતા. જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીમાં લદાખ હાઉસ બનાવવામાં આવ્યું હતું અને હવે લદાખ યુનિવર્સિટીમાં પણ ગુજરાત હાઉસ બનવવામાં આવ્યું છે. બંને યુનિવર્સિટી વચ્ચે થયેલા MOU ને લઈ વિધાર્થીઓ એકબીજા રાજ્યની સંસ્કૃતિને સમજી શકે તે હેતુથી આયોજિત સંસ્કૃતિક કાર્યકમમાં વિધાર્થીઓ ગુજરાતી ગરબા અને લદાખના વિધાર્થીઓએ તેમનું સંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.
આ પ્રસંગે લદાખ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એસ. કે મહેતાએ જણાવ્યુ કે આ MOU થી અમારો ઉદેશ એ જ છે કે જોઈન્ટ કોર્સ ચલાવીએ. વિધાર્થી બંને રાજ્યો વિશે જાણી શકે. સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ. સાંસદ જામયંગ શેરિંગ એ જણાવ્યું કે બન્નેના વિધાર્થી 6-મહિનાનો કોર્ષ કરી શકશે. ગુજરાત ઔદ્યોગિક દ્રષ્ટિએ વિખ્યાત છે ત્યારે તેનાથી પ્રેરણા લઈને આ ગુજરાત હાઉસ બનાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે