Kankariya ride fault News

જે રાઈડમાં મોતનો ખેલ રયાયો, તેનો સંચાલક ઘનશ્યામ પટેલ ભાજપના પૂર્વ કોર્પોરે
જે રાઈડમાં લોકો આનંદ-મસ્તી કરવા માટે બેસતા હોય છે, તે જ રાઈડ તેમના માટે મોતનો કૂવો બની. સુરતના તક્ષશીલા આગકાંડમાં તંત્રની બેદરકારીનો કિસ્સો હજી તાજો જ છે, ત્યાં અમદાવાદની રાઈડ દુર્ઘટનામાં રૂપાણી સરકાર સામે વધુ એક પ્રશ્નાર્થ મૂકાયો છે. આખરે કેમ ગુજરાતમાં અધિકારીઓ, સંચાલકોને છુટ્ટો દોર મળી ગયો છે, જેનો ભોગ કેટલાક નિર્દોષો બને છે. તેમ છતાં મોતના આ સોદાગરો ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે, જવાબદાર અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી, અને મૃતકોના પરિવારોનું મોઢુ બંધ કરવા તેમને સહાયના નામે રોકડુ પરખાવી દેવાય છે. લોકો પણ સરળતાથી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટો-વીડિયો જોઈને ધડીક બળાપો ઠાલવે છે અને બાદમા ‘અમને શું’ એવો જવાબ મનોમન આપીને ઘટનાને ભૂલી જાય છે. ત્યારે સવાલ એ છે કે ક્યાં સુધી નિર્દોષોની મોતનો સિલસિલો અટકશે. કાંકરિયા રાઈડ અકસ્માતમાં 3નો ભોગ લેનાર અને 29 લોકોને હોસ્પિટલની પથારીએ પહોંચાડનાર રાઈડને સેફ્ટી રિપોર્ટમાં પણ તે અનસેફ હોવાનું જણાવાયું હતું. તેમ છતાં કોઈ પગલા લેવાયા ન હતા. 
Jul 15,2019, 12:02 PM IST

Trending news