અમદાવાદ: કાંકરિયાની ઘટના બાદ કોંગ્રેસનો હોબાળો, ‘મેયર જવાબદારી સ્વિકારી રાજીનામું આપે’

કાંકરિયા એડવેન્ચર પાર્ક રાઇડ તૂટતા 3 લોકોના મોત થયા હતા. જ્યારે 28 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી. તમામને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે કોંગ્રેસ દ્વારા એ.એમ.સી ખાતે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. અને બેનરો અને પોસ્ટર દર્શાવી મેયરના રાજીનામાની માગ કરવામાં આવી છે. 
 

અમદાવાદ: કાંકરિયાની ઘટના બાદ કોંગ્રેસનો હોબાળો, ‘મેયર જવાબદારી સ્વિકારી રાજીનામું આપે’

અમદાવાદ: કાંકરિયા એડવેન્ચર પાર્ક રાઇડ તૂટતા 3 લોકોના મોત થયા હતા. જ્યારે 28 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી. તમામને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે કોંગ્રેસ દ્વારા એ.એમ.સી ખાતે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. અને બેનરો અને પોસ્ટર દર્શાવી મેયરના રાજીનામાની માગ કરવામાં આવી છે. 

કોંગ્રેસ દ્વારા કાંકરિયાની ઘટનાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તથા મૃતકોના પરિવારને 5 લાખની સહાય અને ઘાયલોને 1 લાખ રૂપિયાના વળતરની માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ભાજપના કોર્પોરેશનના હોદ્દેદારો વિરુદ્ધ ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. તથા એએમસીના અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવે તેવી વિપક્ષ દ્વારા માગ કરવામાં આવી હતી.

અમદાવાદ કાંકરિયા રાઈડ અકસ્માત : સૌથી મોટો ચોંકાવનારો, જુલાઇનો રિપોર્ટ હતો અનસેફ!!

કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, રિવરફ્રન્ટ પર રાઈડની ઘટના બન્યા બાદ પણ તંત્રની આંખ ખુલી નથી. શહેરમાં ચાલતી રાઇડ્સ અંગે ચોક્કસ નીતિ બનાવામાં આવે. ત્યારે મેયરની ઓફિસમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યો સામ-સામે આવી જતા મામલો બિચક્યો હતો. કોંગ્રેસ દ્વારા નારા લગાવામાં આવ્યા કે ઘટનાની જવાબદારી સ્વિકારો અને જવાબદાર અધિકારી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

વિપક્ષના નેતાને મેયરનો જવાબ
અમદાવાદના મેયર બિજલબેન દ્વારા વિપક્ષના નેતાને જવાબ આપવામાં આવ્યો કે, કોર્પોરેશન ઘાયલોની સારવારનો તમામ ખર્ચ ભોગવશે. કોંગ્રેસને જવાબ આપવામાં આવતા બિજલબેન પટેલે જણાવ્યું કે, મારુ રાજીનામું મારે કોને અને ક્યારે આપવું તે અંગે મને ખબર છે, કોઇએ તે અંગે મને જણાવાની જરૂર નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news