Jcb News

વધુ રળવાની લાલચમાં રડવું પડ્યું, વધારે ભાડાની લાલચે JCB અને HITACHI ગુમાવવાનો વારો આ
કહેવાય છે ને લાલચ બૂરી બાલ હે... આ વાતને સાર્થક કરો એક કિસ્સો મોરબી જીલ્લામાં સામે આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામેથી ઊચું ભાડું આપવાનું કહીને યુવાન સહિતના લોકો પાસેથી ત્રણ જેસીબી મશીન લેવામાં આવ્યા હતા. જેનું ચારેક મહિના સુધી વધુ ભાડું આપીને ત્યાર બાદ ભાડું આપવામાં આવતું ન હતું. જેથી કરીને હળવદમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં છેતરપિંડી કરીને મેળવેલ પાંચ જેસીબી અને એક હીટાચી મશીન સાથે અમદાવાદનાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે આવી રીતે છેતરપિંડી કરીને ૧૪ જેસીબી અને બે હીટાચી મશીન મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી બાકીના વાહનો કબ્જે કરવા માટે કવાયત ચાલી રહી છે.
Jul 3,2021, 21:27 PM IST
JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?
May 21,2021, 10:10 AM IST

Trending news