Industrial waste News

ઐતિહાસિક કિલ્લામાં કચરો નાખ્યો પરંતુ કલાત્મક રીતે, તમે જોઇ થશો દંગ
પારડીમાં આવેલા ઐતિહાસિક કિલ્લા ઉપર આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા ઔદ્યોગિક એકમોના વેસ્ટ મટીરિયલમાંથી વિવિધ કલાકૃતિનું નિર્માણ કરી કિલ્લાને સજાવાયો છે. પારડીમાં આવેલા પેશ્વાઈ કિલ્લો નગરની ઐતિહાસિક ધરોહર છે. પરંતુ કેટલાયે વર્ષોથી આ કિલ્લો જર્જરિત હાલતમાં હતો. આંતરરાષ્ટ્રીય કલાકાર સોમુ દેસાઈની નજર તેની પર પડતા આ કિલ્લાને કલાકારો દ્વારા સજાવવા બીડું ઝડપાયું હતું. જેમાં પારડી નગરપાલિકાનો સહયોગ માંગતા પારડી પાલિકા પ્રમુખ ફાલ્ગનીબેન ભટ્ટ અને અન્ય સદસ્યોએ હકારાત્મક પ્રતિસાદ આપતા આ કિલ્લા ઉપર દેશ - વિદેશથી આવેલા કલાકારો દ્વારા કલાકૃતિઓનું સર્જન કરવામાં આવ્યું છે. જ્યાં ૬ જૂન સુધી જાહેર જનતા માટે કલાકારો એટલે કે આર્ટિસ્ટો એ બનાવેલી કલાકૃતિઓ ખુલ્લી મૂકવામાં આવી છે. 
Jan 30,2020, 20:07 PM IST

Trending news