Important issues News

U.K ના હાઇકમિશ્નરે કરી CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર થઇ ચર્ચા
ભારતસ્થિત બ્રિટીશ હાઇકમિશનર એલેકસ એસિસએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. ક્લિન એનર્જી-ગ્રીન મોબિલીટી-ગ્રીન મેન્યૂફેકચરીંગના પ્રોત્સાહન માટે ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન્સ -કલાયમેટ ફાઇનાન્સીંગમાં બ્રિટીશ કંપનીઓ ભાગીદારી કરી શકે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. ભારત સરકારે યુ.કે સાથે ડિફેન્સ,સિકયુરિટી,-હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં ૧૦ વર્ષીય સહભાગીતા અંગે કરેલા MOU અન્વયે ગુજરાતનું પણ યોગદાન આપવા મુખ્યમંત્રીની નેમ વ્યક્ત કરી હતી. સોલાર-વીન્ડ એનર્જી સેકટર માં સહભાગીતા માટે મુખ્યમંત્રીએ બ્રિટીશ  હાઇ કમિશનર સાથે કર્યો વિચાર-વિમર્શ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી’’થી આદિજાતિ ટ્રાયબલ વિસ્તારના સર્વગ્રાહી ડેવલપમેન્ટનું પ્રધાનમંત્રીનું વિઝન સાકાર થયું છે. આગામી વાયબ્રન્ટ સમિટમાં યુ.કે ને સહભાગી થવા પણ મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યું હતું. 
Oct 1,2021, 19:30 PM IST

Trending news