Iit gandhinagar News

ગટરના ગંદા પાણીમાં મળ્યો કોરોના વાયરસ, ગુજરાતના બે પ્રોફસરોએ શોધી કાઢ્યું
અત્યાર સુધી કોરોના વાયરસ કઈ વસ્તુ પર કેટલા દિવસ જીવંત રહે છે તેની માહિતી આવતી હતી. પ્લાસ્ટિક પર, પિત્તળ પર, કપડા પર તેમજ અન્ય વસ્તુઓ પર કોરોના વાયરસ કેટલો સમય રહે છે તેના પર રિસર્ચ થતું હતું. પરંતુ ગુજરાતના બે પ્રોફેસરોએ અનોખું રિસર્ચ કરીને શોધ્યું છે કે, કોરોના વાયરસ ગંદા પાણીમાં પણ મળી આવ્યો છે. IIT ગાંધીનગરના પ્રોફેસર મનીષ કુમાર અને પ્રોફેસર અરવિંદ પટેલે 51 યુનિવર્સિટીઓ સાથે મળીને રિસર્ચ કર્યું છે. જેમાં આ તમામ સંશોધકોએ નાળાં-વોકળામાં વહેતાં ગંદાં પાણીના ટેસ્ટિંગ પર ભાર મૂક્યો છે. ઑસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ અને અમેરિકામાં પણ ગંદાં પાણીનાં સેમ્પલમાં કોરોના વાઈરસના કણો મળી આવ્યા છે. તો ભારતમાં નાળાંનાં ગંદાં પાણીમાં કોરોના વાઇરસની હાજરી મળી છે. દેશમાં આ પ્રકારનું પહેલું રિસર્ચ સામે આવ્યું છે. 
Jun 11,2020, 12:14 PM IST

Trending news