Historic decision News

સરકાર પાણીના ભાવે આપી રહી છે જમીન, ખેડૂત છો તો ઝડપથી બની શકશો કરોડપતિ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન આપી ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં વિજયભાઇ રૂપાણીનું વધુ એક નક્કર પગલા લીધા છે. ૩૦ વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે. ભાડાપટ્ટાની જમીન માટે પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ રેન્ટ-ભાડુ નહિ લેવામાં આવે. સમગ્ર રાજ્યમાં અંદાજે પ૦ હજાર એકર બિન ખેડવાણ વાળી જમીન ખેડવાણયુકત બનાવાશે. બાગાયતી-ઔષધિય પાક ઉત્પાદનમાં વધારો થશે. પારદર્શી પદ્ધતિએ જમીન ફાળવણી માટે જમીનના બ્લોકની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર જાહેર થશે. પ્રોજેકટ માટે લીઝ ધારકોને આધુનિક ટેકનોલોજીયુકત ડ્રીપ-સ્પ્રીન્કલર-ફુવારા પદ્ધતિ માટે પ્રવર્તમાન ધોરણો મુજબ પ્રાયોરિટીમાં સહાય અપાશે.
Jan 19,2021, 18:11 PM IST

Trending news