Fabaxa News

અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન ફેબેક્ષાનું ઉદ્ધાટન
ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી રાજ્યના ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન-સ્કીલ ડેવલપમેન્ટ –ટેક્ષટાઇલ પાર્કસના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરાં પાડયા છે. ૧૮૬૧માં અમદાવાદમાં પહેલ વહેલી સ્પીનીંગ –વિવીંગ મિલથી શરૂ થયેલી કાપડ ઊદ્યોગ યાત્રા આજે ૩પ લાખ સ્પીન્ડલ સુધી વિસ્તરી છે. ફાર્મ ટુ ફાયબર – ફાયબર ટુ ફેબ્રિક – ફેબ્રિક ટુ ફેશન – ફેશન ટુ ફોરેન ફાઇવ ‘F’ની પ્રધાનમંત્રીની ફોર્મ્યુલાથી ગુજરાતના કાપડ-ટેક્ષટાઇલ ઊદ્યોગે નવી દિશા આપી છે. પોલિસી ડ્રીવન સ્ટેટ - રિકમન્ડેશન નહિ – રિફોર્મ્સ - તેમજ લેબર રિફોર્મ્સ - પોલિટીકલ સ્ટેબિલીટી-ગુડ ગર્વનન્સથી ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ –લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એકઝીબિશન ‘ફેબેક્ષા’નું ઇ-ઇનોગ્રેશન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્ષટાઇલ પાર્કસ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે. 
Aug 24,2020, 17:26 PM IST

Trending news