Eliminate pollution News

હવે પ્રદૂષણની ખેર નથી, ભાવનગરનાં વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો પ્રદૂષણનો મજબુત તોડ
ઇન્ડસ્ટ્રીઅલ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી મલ્ટી પર્પઝ પેવર બ્લોકનું નિર્માણ કર્યું છે. શહેરની જ્ઞાનમંજરી એન્જીન્યરીંગ કોલેજના વિધાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક બોલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્લાય એશનો ઉપયોગ કરી એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી સસ્ટેઈનબલ પેવરબ્લોકનું નિર્માણ કર્યું છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમી તેના તમામ રેકોર્ડ તોડી રહી છે. જેના કારણે સમગ્ર માનવજાત પર ખતરો ઊભો થયો છે. ગરમીના કારણે ધ્રુવીય પ્રદેશોમાં બરફ પિગળવાની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે. જેના કારણે આગામી વર્ષોમાં દરિયામાં પાણીનું સ્તર વધી રહ્યું છે. જે માનવજાત અને પર્યાવરણ માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. હાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સતત વધી રહ્યો છે. જેના કારણે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે, આ વધી રહેલા પ્રદૂષણને રોકવા વિશ્વભરના વિજ્ઞાનિકો પ્રયત્નશીલ બન્યા છે. 
Apr 12,2022, 19:46 PM IST

Trending news