અમદાવાદ: રાજ્યની 20 નદીઓ અત્યંત પ્રદૂષીત, જીપીસીબીએ ઘડી કાઢ્યો માસ્ટર પ્લાન
GPCB દ્વારા ગુજરાતનાં કથળી રહેલા પ્રદૂષણને નાથવા માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે
Trending Photos
અમદાવાદ : સમગ્ર દેશમાં પ્રદુષણનું સ્તર સતત ચિંતાજનક હદે વધી રહ્યું છે. સરકાર પણ પ્રદુષણને કાબુમાં લેવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં સતત વધતા પ્રદૂષણને નાથવા માટે જીપીસીબી (GPCB) દ્વારા કડક કાર્યવાહી ચાલુ કરવામાં આવ્યું છે. જીપીસીબી દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છેલ્લા એક વર્ષ દરમિયાન 3100 ક્લોઝર નોટિસ, 2700 નોટિસ ઓફ ડાયરેક્શન અને 5300 એકમોને કારણદર્શક નોટિસ ફટકારી ચુક્યું છે.
CM ની હાજરીમાં જ AMCનો ડખો સપાટી પર આવ્યો, મેયર- કમિશ્નરનાં અલગ નિવેદન
છેલ્લા એક વર્ષમાં પ્રદૂષણ ફેલાવતા એકમોને રૂપિયા 32 કરોડ કરતા વધારેનો દંડ કર્યો છે. આ ઉપરાંત જીપીસીબી દ્વારા રાજ્યનાં કુલ 20 નદીઓ પ્રદૂષિત હોવાની વાત પણ સ્વિકારી છે. આ પ્રદષીત નદીઓનો વિસ્તાર 2 કિલોમીટર જેટલો છે. અને અમદાવાદમાં પ્રદુષણનો સુચકાંક 100-150 છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદૂષણમાં પીરાણા ડમ્પીંગ સાઇટ પણ ખુબ જ દુષીત ભુમિકા નિભાવી રહ્યું છે. વારંવાર આ કચરાનો ઢગ સળગતો હોવાનાં કારણે પ્રદૂષણનું સ્તર ખુબ જ વધે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે