Earns crores today News

કચ્છી સ્ટ્રોબેરીએ વિદેશીઓને પણ લગાડ્યું ઘેલું, આ ખેડુત આજે કરે છે કરોડોની કમાણી
કચ્છમાં શું કોઈ વિચારી શકે કે ઠંડા પ્રદેશમાં થતા પાકોનું ઉત્પાદન થાય આ અશક્ય વાતને શક્ય કરી બતાવ્યું છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતે કચ્છ જેવા રણ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને લોકોને ચોંકાવી દીધા છે. કચ્છમાં શિયાળા દરમિયાન ઠંડી વધુ પ્રમાણમાં હોય છે. જેનો ફાયદો કચ્છના ખેડૂતોએ લીધો છે અને કચ્છમાં શિયાળામાં સ્ટ્રોબેરીનું સફળ વાવેતર અને ઉત્પાદન થયું છે. કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામે ખેડૂતે 1.50 લાખ સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું છે.કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું કાઢયું હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો પણ હવે કચ્છમાં ઉત્પાદિત થઈ રહ્યા છે. ઠંડા અને પર્વતીય સ્થળોએ પરંપરાગત રીતે ખીલતું ફળ સ્ટ્રોબેરી કચ્છના શુષ્ક ભૂપ્રદેશમાં પણ ઉત્પાદીત થઈ રહ્યું છે. ભુજ તાલુકાના રેલડી ગામે વાડી વિસ્તાર ધરાવતા હરેશભાઈ ઠક્કરે ગત વર્ષે પ્રથમ વખત પોતાની વાડીમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું હતું. મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીનું મોટાપાયે ઉત્પાદન થાય છે. જેથી મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના રોપા લાવી પ્રથમ વખત વાવેતર કર્યું હતું.
Jan 4,2022, 18:41 PM IST

Trending news