Dwarka rain News

હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના નદીનાળાઓ છલકાયા છે. તો અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા (Dwarka rain) ના હડમતીયની ભંગ નદીમા માલેતાના ત્રણ લોકો તણાયા હતા. નદી ગાંડીતૂર થતા કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. જેમાં હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા યુવકો જોતજોતામાં તણાઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા એક સિક્યુરિટી ગાર્ડને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 2ની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ બોલાવવામા આવી છે. જેથી બંને યુવાનોની શોધખોળ કરવામાં આવી હતી. બંને લોકોના મૃતદેહ ભોગાતના ખડા વિસ્તારમાંથી મળી આવ્યા હતા. જોકે, સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કર્યો હતો, જે જોતજોતામાં વાયરલ પણ થઈ ગયો હતો. 
Aug 15,2020, 15:36 PM IST
24 કલાકમાં ગુજરાતના 154 તાલુકાને ધમરોળ્યા બાદ વરસાદનું જોર ધીમું પડ્યું
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪ તાલુકામાં વરસાદ નોંધ્યા બાદ વરસાદનું જોર ધીમું પડ્યું છે. રાજ્યમાં આજે સવારે 7 વાગ્યા બાદ 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ ના માળિયામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના ત્રણ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકાઓમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કલ્યાણપુરમાં પોણા 12 ઇંચ વરસાદ અને દ્વારકામાં 9 ઈંચ વરસાદ, ભાણવડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. 
Jul 8,2020, 10:25 AM IST
દ્વારકામાં 9 ઈંચ વરસાદથી મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યાં, પોરબંદરમાં 8 ગામોને એલર્ટ કરા
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ જામનગરના કાલાવડમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે જામનગર શહેર અને લાલપુરમાં પણ 9 ઇંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજકોટના પડધરીમા પણ 9 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. જામનગરના ધ્રોલ અને જોડીયામાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. આમ રાજ્યના 7 તાલુકામાં ૨૪ કલાક દરમિયાન 8 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૧૨ તાલુકામાં 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 19 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 28 તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 43 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 100 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 
Jul 7,2020, 9:13 AM IST

Trending news