Drugs testing kit News

પોલીસ પાસે પહોંચી ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ, અષાઢી બીજે જુહાપુરાથી થશે શરૂઆત
એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્ઝ એનાલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી છે. જેના આધારે ડ્રગ્ઝ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર 9 જ મિનિટમાં ડ્રગઝ લીધું છે કે નહીં અને લીધું છે તો ક્યાં પ્રકારનું ડ્રગ્ઝ લીધું છે તેની માહિતી મેળવી શકાશે. અત્યાર સુધીમાં આલ્કોહોલિક ટેસ્ટ માટેની કીટ શહેર પોલીસ પાસે હતી પરંતુ હવે ડ્રગ્ઝના ટેસ્ટિંગની સૌ પ્રથમ કીટ અમદાવાદ એસ ઓ જી ક્રાઇમ બ્રાંચને મળી છે. ડ્રગ્ઝ ચકાસણીની સૌ પ્રથમ કીટ અમદાવાદ એસઓજી ક્રાઈમ ડ્રગ્ઝ ટેસ્ટિંગની કીટ વસાવી હતી. આગામી રથયાત્રામાં ડ્રગ્ઝ કીટ વડે શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી થશે. રથયાત્રા દરમિયાન શાહપુર, દરિયાપુર, ખાનપુર સહિતના વિસ્તારોમાં ટેસ્ટિંગ કરાશે.
Jun 22,2022, 18:48 PM IST

Trending news