Chhanyado ngo News

‘માત્ર પાંચ રોટલી દ્વારા પણ હજારો લોકોના પેટનો ખાડો પૂરી શકાય છે’
‘અમે તો અમારા પરિવારના ભોજનની સાથે પાંચ-દસ રોટલી વધારે બનાવીએ છીએ, આ કંઈ ભારણ થોડું કહેવાય! આ તો આપણી ફરજ કહેવાય. આજે આ મુશ્કેલીના સમયમાં કોઈને આટલીય મદદ કરી શકીએ, તો તેનાથી રૂડું બીજું શું હોઈ શકે!’ આ લાગણી છે સુરતમાં રહેતાં પ્રીતિ શુક્લ અને તેમની આસપાસ રહેતાં તેમનાં જેવાં અન્ય મહિલાઓની. જેઓ પરપ્રાંતીયો અને વિસ્થાપિતો માટે દરરોજ પોતાના પરિવારની જરૂરિયાત ઉપરાંત વધુ પાંચ-દસ રોટલી બનાવીને અનેરો ‘રોટી યજ્ઞ’ કરી રહી છે. આ રીતે સમગ્ર શહેરમાંથી દરરોજ આશરે 1,50,000 રોટલી એકત્ર કરી વિસ્થાપિતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલા સશક્તીકરણના માધ્યમથી આ મહાયજ્ઞ શરૂ કર્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સમાજસેવી સંસ્થા ‘છાંયડો’ આ મોટું સેવાકાર્ય કરે છે. 
May 12,2020, 13:07 PM IST

Trending news