Being opposed News

સોમનાથ રેલવે પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, અધિકારીઓ લીલા તોરણે પાછા ફર્યા
સોમનાથ - કોડીનાર સ્પેશિયલ કોમર્શિયલ રેલવે પ્રોજેક્ટને લઈ વિવાદ. ખેડૂતોના વિરોધ છતાં રેલવે અધિકારી સર્વે માટે આવતા ખેડૂતો રોષે ભરાયા. સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ પોલિસ પ્રોટેક્શન સાથે આવેલ અધિકારીને સર્વે કરતા અટકાવ્યા. રેલવેના અધિકારી ગેરકાયદેસર સર્વે માટે આવ્યાનો ખેડૂતોનો આક્ષેપ. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથથી કોડીનારના વડનગર સુધી 40 કી.મી ખાસ નવી માલવાહક બ્રોડગેજ રેલવે લાઈન બનાવવા સરકાર જય રહી છે. આ માટે રેલ્વે બોર્ડ દ્વારા જાહેરનામું પ્રસિઘ્ઘ કરેલા. જેમાં એક વર્ષ અગાઉ ત્રણેય તાલુકાના હજારો ખેડૂતોએ લેખીત વાંઘા અરજીઓ પણ દાખલ કરી છે. આમ છતાં હાલમાં આ કોમર્શીયલ રેલ પ્રોજેકટ માટે ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ફીઝીકલ સર્વેની કામગીરી હાથ ઘરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા સાથે આક્રોશ ફેલાયો છે.
Mar 15,2020, 23:38 PM IST

Trending news