Arvalli district News

પાડાના વાંકે પખાલીને ડામ, કોર્પોરેશને બિલ નહી ભરતા હવે શહેરના નળ કનેક્શન કપાશે
જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગર પાલિકા માઝુમ ડેમમાં પાણી બિલ ભરવામાં ઉણી ઉતરી છે. શહેરીજનો પાસે કડકાઈથી પાણી વેરો વસુલતી નગર પાલિકાનું માઝુમ ડેમ વિભાગમાં 33.15 કરોડ પાણી બિલ ચૂકવવાનું બાકી રહેતા ડેમ વિભાગ દ્વારા પત્ર લખી જાણ કરાઈ. મોડાસા ખાતે આવેલા માઝુમ ડેમમાંથી ડેમ વિભાગ દ્વારા મોડાસા નગર પાલિકાને શહેરી જનોને પાણી પૂરું પાડવા માટે રોજના 90 લાખ લીટર પાણીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. આ જથ્થો છેલ્લા ગણા વર્ષોથી આપવામાં આવી રહ્યો છે. જેની સામે નગર પાલિકા દ્વારા દર વર્ષે પાણી બિલ ભરવાનું હોય છે, પરંતુ નગર પાલિકા દ્વારા અત્યાર સુધીમાં પાણી બિલ પેટે એક પણ રૂપિયો ચુકવવામાં નહિ આવતા પાણીનું બિલ વધી અધધ 33.15 કરોડ થઇ ગયું છે, ત્યારે આ બિલ વસૂલવા માટે ડેમ વિભાગ દ્વારા લેખિત પાત્ર દ્વારા નગર પાલિકાને તાકીદ કરવામાં આવી છે. 
Apr 5,2022, 23:52 PM IST

Trending news