2 ઓગસ્ટના સમાચાર News

અમદાવાદ : જમાલપુર શાકમાર્કેટ ન ખૂલતા ખેડૂતોનો હોબાળો, પોલીસ બોલાવવી પડી
Aug 2,2020, 14:52 PM IST
કોરોના મહામારી વચ્ચે રાજ્યભરમાં આજે IITE ની એક્ઝામ લેવાઈ
કોરોના મહામારીમાં રાજ્યભરની યુનિવર્સિટી અને કોલેજોમાં પરીક્ષા રદ કરાઈ હતી. તો અનલોક3 માં અનેક યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે વિવાદ બાદ પ્રથમ વખત રાજ્યભરમાં આજે IITE (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન) ની એક્ઝામ લેવાઈ રહી છે. અમદાવાદમાં અલગ અલગ 5 સેન્ટરો પર IITE ની એક્ઝામ લેવાઈ રહી છે. અમદાવાદની સી.એન. વિદ્યાલય ખાતે તમામ તકેદારી સાથે પરીક્ષા યોજાઈ રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ દરેક પરીક્ષાર્થીને માસ્ક, ફેસ શિલ્ડ અને સેનેટાઇઝર આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા એક બ્લોકમાં 12 પરિક્ષાર્થીઓને બેસાડી પરીક્ષા લેવામાં આવી રહી છે. 
Aug 2,2020, 11:36 AM IST
ગુજરાતમાં આજે બે મહત્વની ક્ષણ : વિજય રૂપાણીનો 64 મો જન્મદિવસ અને ગાંધીનગરનો 56મો સ્થ
આજે ગુજરાતનું પાટનગર બે મહત્વની ઘટનાઓને ઉજવી રહ્યું છે. આજે ગાંધીનગરનો 56મો સ્થાપના દિવસ છે. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay Rupani) નો જન્મદિવસ પણ છે. જોકે, કોરોનાકાળમાં આ મહત્વની ઘટનાઓની ઉજવી શકાઈ નથી રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આજે તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા છે. વડાપ્રધાને મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની વિકાસ યાત્રા ઉત્તરોત્તર પ્રગતિ  કરી રહી છે તે માટે પણ અભિનંદન આપીને તેઓના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જીવનની કામના કરી છે. તો ટ્વિટર પર મુખ્યમંત્રીને જન્મદિવસની અઢળક શુભકામનાઓ દેશવિદેશમાંથી મળી રહી છે. ટ્વિટર પર હાલ CM of Gujarat ટ્રેન્ડ કરી રહ્યું છે. 
Aug 2,2020, 10:12 AM IST
કોરોનાકાળમાં શુક્રનો મિથુનમાં પ્રવેશ, અનેક રાશિમાં સર્જાશે મોટી ઉથલપાથલ
ગુરુ બાદ સૌરમંડળમાં શુક્રનો નંબર આવે છે. તેને નરી આંખે પણ સરળતાથી જોઈ શકાય છે. શુક્ર આપણા જીવનમાં સ્ત્રી, વાહન અને ધન સુખને પ્રભાવિત કરે છે. તેથી શુક્રનું રાશિ પરિવર્તન કરવું જ્યોતિષ શાસ્ત્રની નજરે મહત્વનું ગણાય છે. કલા, સૌંદર્યના કારક ગ્રહ શુક્રનું ગોચર 1 ઓગસ્ટ 2020ના રોજ 5 વાગીને 9 મિનીટ પર મિથુન રાશિમાં થયું છે. શુક્ર ગ્રહ 1 સપ્ટેમ્બરના રોજ રાત્રે 2 વાગીને 2 મિનીટે આ રાશિમાં સ્થિત રહેશે. શુક્રની આ સ્થિતિનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર અલગ અલગ રહેશે. મિથુન રાશિમાં પહેલાથી જ રાહુ વિદ્યમાન છે, શુક્ર રાશિ પરિવર્તનથી મિથુન રાશિમાં રાહુ-શુક્રની યુતિ બનશે, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ફેશન, ગીત-સંગીત, લલિત કલાઓ સંબંધિત વ્યક્તિઓ માટે હાનિકારક સાબિત થશે. શુક્રના રાશિ પરિવર્તનથી તમારી રાશિ પર શું પરિવર્તન આવશે તે જાણી લો. આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે. 
Aug 2,2020, 9:38 AM IST
આ કલેક્ટરે પોતાના અદના સેવકને આપી અનોખી નિવૃત્તિ વિદાય
કલેક્ટર ખુરશી જિલ્લાનું સર્વોચ્ય પદ ગણાય છે. ઉચ્ચ શિક્ષિત લોકોનું આ ખુરશી પર બેસવાનું સ્વપ્ન પણ પૂરું થતું નથી ત્યારે એક અલ્પ શિક્ષિત સેવકને આ ખુરશી પર બિરાજવા મળે એ મિનિટો જીવનની અદકેરી ખુશીની આજીવન યાદગાર બની જાય એ સ્વાભાવિક છે. આણંદ કલેક્ટર કચેરીમાં નિષ્ઠા, સેવા અને સમર્પણના ભાવથી નોકરી પૂરી કરીને વિદાય લેતા અદના કર્મચારી ફતેસિંહ મકવાણાને કલેક્ટરના આસન પર બિરાજવાની ખુશીની અનોખી ભેટ આણંદના કદરદાન કલેક્ટર  આર.જી.ગોહિલે આપી હતી. ત્યારે સૌના મુખ પર એક અનેરી, જવલ્લે જ બનતી ઘટનાના સાક્ષી બનવાનો આનંદ ફરી વળ્યો. ફતેસિંહે અહી પદભાર સંભાળી ચૂકેલા 15 જેટલા કલેક્ટર્સ સાથે ફરજ અદા કરી છે. કલેક્ટ બહુધા દિવસના દસ કલાક તો કચેરીમાં કામ કરતાં જ હોય છે. સંકટના સમયે તો ૧૮ થી ૨૦ કલાક એમની ઑફિસ ચાલતી હોય છે. એટલે કલેક્ટર કચેરીના પટાવાળાનો હોદ્દો ભલે નાનો રહ્યો પણ જવાબદારી કપરી હોય છે. ખૂબ વિવેક, સૂઝ સમઝ, સમયસૂચકતાના ગુણો હોય તે જ આ પદ સંભાળી શકે. ફતેસિંહે યોગ્યતા પુરવાર કરી અને ખૂબ ઉમદા વિચારો ધરાવતા આરજી ગોહિલે નોકરીના છેલ્લા દિવસે ફતેસિંહને પોતાની ખુરશી પર બેસાડી જે અદ્વિતીય સન્માન આપ્યું.
Aug 2,2020, 8:13 AM IST

Trending news