1 april news 0 News

રેલવે કર્મચારીઓએ કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે જબરો તોડ શોધી નાંખ્યો
Apr 1,2020, 14:03 PM IST
Breaking News: નિઝામુદ્દીન મરકજમાં અજીત ડોવાલનો એક ખાસ કામ માટે કરાયો હતો સંપર્ક
Apr 1,2020, 13:15 PM IST
નિઝામુદીન મરકજમાં હાજરી આપનાર 1500ની યાદી કેન્દ્ર સરકારે ગુજરાતને સોંપી
એક તરફ ગુજરાતમાં કોરોના (Corona virus) પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે, ત્યાં બીજી તરફ તબગિલી જમાત (Tablighi Jamaat) કાર્યક્રમે મોટો બોમ્બ ફોડ્યો છે. ગુજરાતમાંથી પણ અનેક લોકોએ આ કાર્યક્રમ (Nizamuddin Markaz) માં હાજરી આપી હતી. આ માહિતી સામે આવતા જ તમામ લોકોની શોધખોળ ચાલુ કરી દેવાઈ છે. ગુજરાતના વિવિધ શહેરોમાંથી તબગિલી જમાતના કાર્યક્રમમાં લોકો ગયા હોવાનુ ખૂલ્યું છે. આવામાં પોલીસ સ્કૂટિની કરીને તમામને આઈડેન્ટીફાઈ કરી રહી છે. દિલ્હીના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાના મુદ્દે આરોગ્ય સચિવ જયંતી રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા 1500 લોકોની યાદી ગુજરાત સરકારને સોંપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય
Apr 1,2020, 12:38 PM IST
અમદાવાદીઓ ચેતી જજો, 8 નવા કેસ તમારા શહેરના છે.... એક જ પરિવારના 3 પોઝિટિવ
એક જ દિવસમાં 8 નવા કેસ સાથે અમદાવાદ ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus) નું એપી સેન્ટર બન્યું હોય તેવું લાગે છે. રાજ્યમાં બુધવારે કોરોના વાયરસના નવા કેસના આંકડો આરોગ્ય સચિવ જયંતી રવિ દ્વારા જાહેર કરાયો છે. જેમાં એક જ દિવસમાં 8 નવા કેસોનો ઉમેરો થયો છે. આ તમામ કેસ અમદાવાદ (Ahmedabad) ના જ છે. 8 કેસમાં 4 આંતર રાજ્યના,3 લોકલ ટ્રાન્સમિશનના અને એક વિદેશી દર્દી છે. એક જ દિવસમાં 8 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જે અમદાવાદીઓ માટે ચિંતાજનક બાબત કહેવાય. જેથી સમજી શકાય કે અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે. જો અમદાવાદીઓ સજાગ નહિ રહે અને લોકડાઉનનું ગંભીરતાથી પાલન નહિ કરે તો આ આંકડો સતત વધી શકે છે.
Apr 1,2020, 11:38 AM IST
ગુજરાતમાં Coronaના 82 દર્દી, 8 નવા કેસનો ઉમેરો, તમામ અમદાવાદના...
ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus)ના પોઝિટિવ દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવે લેટેસ્ટ આંકડા વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલના રોજ નવા 8 પોઝિટિવ કેસ સામે આવ્યા અને બધા જ અમદાવાદના કેસ છે. એક 52 વર્ષના પુરુષ તેમની આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. બીજા એક 18 વર્ષના યુવાન છે, જેઓએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. એક 45 વર્ષના મહિલા છે, જેઓએ પણ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. ચોથા દર્દી 65 વર્ષની મહિલા છે, જેઓએ લોકલ ટ્રાન્સપોર્ટ કર્યો હતો. 61 વર્ષના એક દર્દીએ આંતરરાજ્ય પ્રવાલસ કર્યો હતો. તો અન્ય એક 64 વર્ષના પુરુષે વિદેશ પ્રવાસ કર્યો છે. આ તમામનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 82 થયા છે. 
Apr 1,2020, 11:04 AM IST
વલસાડ : તબલિગી જમાતમાં ગયેલા 24 પરત ફર્યા, 14 હજી તંત્રની પહોંચ બહાર
દિલ્હીમાં યોજાયેલ નિઝામુદીન (Nizamuddin Markaz) ખાતેના તબલિગી જમાત (Tablighi Jamaat ) ના કાર્યક્રમે કેન્દ્ર સરકારની સાથે વિવિધ રાજ્યોની સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. દેશમાં હાહાકાર મચાવનારી આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત નિપજ્યા છે. તેમજ 450થી વધુ લોકોનો કોરોના (Corona virus) ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. ત્યારે હાલ સરકાર આ કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોને શોધી રહી છે. આ લોકો અન્ય લોકોને ચેપ ન લગાડે તેની કામગીરી યુદ્ધધોરણે ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાંથી પણ કેટલાક લોકો આ કાર્યક્રમમાં ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર આવા લોકોને શોધવા માટે એલર્ટ મોડ પર આવી ગયું
Apr 1,2020, 9:33 AM IST
અમદાવાદ : રાશનની દુકાન ખૂલે તે પહેલા જ લોકો પહોંચી ગયા
Apr 1,2020, 9:11 AM IST
આંચકાજનક માહિતી: સુરતમાંથી 73 લોકોએ તબલિગી જમાતમાં હાજરી આપી હતી, અન્યોની શોધખોળ શરૂ
દિલ્હીમાં યોજાયેલ નિઝામુદીન (Nizamuddin Markaz) ખાતેના તબલિગી જમાત (Tablighi Jamaat ) ના કાર્યક્રમે કેન્દ્ર સરકારની સાથે વિવિધ રાજ્યોની સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. દેશમાં હાહાકાર મચાવનારી આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત નિપજ્યા છે. તેમજ 450થી વધુ લોકોનો કોરોના (Corona virus) ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. ત્યારે હાલ સરકાર આ કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોને શોધી રહી છે. આ લોકો અન્ય લોકોને ચેપ ન લગાડે તેની કામગીરી યુદ્ધધોરણે ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાંથી પણ કેટલાક લોકો આ કાર્યક્રમમાં ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર આવા લોકોને શોધવા માટે એલર્ટ મોડ પર આવી ગયું છે. આ આંકડો સુરતમાં સૌથી મોટો છે. 
Apr 1,2020, 8:45 AM IST

Trending news