સાઈકલ ટ્રેનિંગ News

Photos : મુંબઈના 2 ગુજરાતીઓ સાઈકલથી કરે છે એવી સેવા, જે કોઈએ વિચારી પણ નહિ
 મુંબઈના થાણે વિસ્તારમાં રહેતી ચર્વી લોડાયા અને ચિરાગ શાહ ‘મેં ચલાઉંગી’ અભિયાન અંતર્ગત મહિલાઓને મફતમાં સાઈકલ ટ્રેનિંગ આપી રહ્યા છે. આ બંને મિત્રો સાથે મળીને મહિલાઓને સાઈકલ ચલાવવાની ટ્રેનિંગ આપે છે. ચાર્વી યોગા ટ્રેનર છે, જ્યારે કે તેમનો મિત્ર ચિરાગ શાહ સેલ્સ મેનેજર છે. પરંતુ બંને પોતાના આ નિર્ણયથી મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે. એટલુ જ નહિ, ચાર્વી અને ચિરાગ એવી મહિલાઓને પણ સાઈકલ ચલાવવાની ટ્રેનિંગ આપે છે, જેમની પાસે પોતાની સાઈકલ નથી. આવી મહિલાઓ જેમની પાસે ખુદની સાઈકલ નથી, ત્યારે તેઓ પોતાની સાઈકલ તેમને ઉપલબ્ધ કરાવે છે અને ટ્રેનિંગ પણ આપે છે. જેથી મહિલાઓ સાઈકલ જેવી મામૂલી સવારી કરવાની શીખી જાય અને પોતાના નાના-નાના કામ જાતે જઈને કરી શકે.
Feb 20,2019, 12:06 PM IST

Trending news