વિધર્મી યુવક News

વડોદરામાં વિધર્મી યુવકે પીડિતાનો સંસાર બગાડ્યો, છુટાછેડા કરાવી બિભત્સ વીડિયો ઉતાર્યો
ગુજરાતમાં એવા કેટલાય કિસ્સા છે એક ભૂલ માણસની જિંદગી બદલી નાખે છે. વડોદરાના ડભોઇ ખાતે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે, કેટલાય પ્રેમીઓની આંખ ઉઘાડી શકે છે. ડભોઇ નગરના લઘુમતી કોમના યુવાને પરણિતા પર વારંવાર દુષ્કર્મ આચરતા કંટાળેલી પરિણીતા ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે. ડભોઇ નગરના એક ફળિયામાં રહેતી પીડિતાને ડભોઇના વિધર્મી યુવાન સાથે લગ્ન પહેલા સંબંધ બંધાયા હતા. આ બંને પ્રેમીઓ રોજિંદા પણે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ ભરી વાર્તાલાપ કરતા હતા, સાથોસાથ સાથે જીવવા મરવાની કસમ ખાનાર આ બંને પ્રેમીઓ આજે પેટ ભરીને પસ્તાય છે. ડભોઇમાં રહેતી પીડિતાના તારીખ 28 ના રોજ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. જેને લઇ પીડિતા સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માંગતી હતી. જો કે પ્રેમમાં પાગલ બનેલા આરોપી મોહમ્મદ પિરુ વાણીયાવાલાને મંજૂર ન હતું.
Mar 14,2020, 0:14 AM IST

Trending news