Love એટ ફર્સ્ટ સાઈટ, પછી મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ઈન્સ્ટાગ્રામ પર કલમા મોકલવા લાગ્યો

Love એટ ફર્સ્ટ સાઈટ, પછી મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ઈન્સ્ટાગ્રામ પર કલમા મોકલવા લાગ્યો
  • રાજકોટ જિલ્લામાં લવ જેહાદનો આ પહેલો કેસ છે. આ પહેલા ગુજરાતમાં કાયદો બન્યા બાદ વડોદરામાં સૌથી પહેલી ફરિયાદ નોંધાઈ હતી
  • વતીએ કહ્યું કે, મોહંમદે મને લલચાવી ફોસલાવીને ઈસ્લામ ધર્મ મુજબ ધાર્મિક કલમા સોશિયલ મીડિયામાં મોકલી પઢાવ્યા હતા

દિનેશ ચંદ્રવાડિયા/ધોરાજી :રાજકોટ જિલ્લામાં લવજેહાદનો પહેલો ગુનો નોંધાયો છે. વિધર્મી પરણિત યુવકે યુવતી સાથે પ્રેમનું નાટક કરીને બાદમાં ઈન્સ્ટાગ્રામ પર ધાર્મિક કલમા મોકલતો હતો. યુવતીને ધર્મ પરિવર્તનની ધમકી આપીને તેને માનસિક ત્રાસ આપતા મોહંમદ ઉર્ફે ડાડો ગનીભાઈ નામના વ્યક્તિ સામે લવ જેહાદ (love jihad) નો ગુનો દાખલ કરાયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીમાં રહેતી યુવતીના નિવેદનના આધારે ધોરાજી પોલીસ સ્ટેશનમાં લવ જેહાદનો ગુનો નોંધાયો છે. યુવતીએ જણાવ્યું કે, મુસ્લિમ યુવક મહંમદ ઉર્ફે ડાડોએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બાદમાં લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહંમદ પોતે પરણિત હોવાની માહિતી તેણે યુવતી સામે છુપાવી હતી. છતાં પણ યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો. યુવતીએ કહ્યું કે, મોહંમદે મને લલચાવી ફોસલાવીને ઈસ્લામ ધર્મ મુજબ ધાર્મિક કલમા સોશિયલ મીડિયામાં મોકલી પઢાવ્યા હતા. બાદમાં રૂબરૂમાં કહ્યું હતું કે, આપણે મૌલવી પાસે કાયદેસર રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લઇએ.

મોહંમદે હિન્દુ યુવતીને બ્લેકમેલ કરીને તેની સાથે સંબંધ બાંધ્યા હતા. ત્યારે ધોરાજી પોલીસે મહંમદ ઉર્ફે ડોડાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. યુવતીના પરિવારે નોંધાવેલી ફરિયાદના આધારે ધોરાજી પોલીસે મોહમદ સમા વિરૂદ્ધ આઇપીસી 376(2)એન, 506(2), ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સૂધારો) અધિનિયમ-2021ની કલમ 4 મુજબ ગુનો નોંધ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં લવ જેહાદનો આ પહેલો કેસ છે. આ પહેલા ગુજરાતમાં કાયદો બન્યા બાદ વડોદરામાં સૌથી પહેલી ફરિયાદ નોંધાઈ હતી. ગુજરાતમાં સતત વધી રહેલા લવ જેહાદના કેસ બાદ આ કાયદો લાવવામાં આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news