વાલીઓનો વિરોધ News

વાલીઓની લાચારી,  બે બાળકોને બે ફોન ઓનલાઈન અભ્યાસ માટે ક્યાંથી આપીએ?
Jul 15,2020, 10:58 AM IST
ફી વધારાના સમાચાર વચ્ચે ગુજરાતની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી
કોરોનાને કારણે ગુજરાતમાં ક્યાંક સ્કૂલો ખૂલી નથી. પરંતુ તેમ છતા સ્કૂલ સંચાલકો મસમોટી ફી વસૂલી રહ્યાં છે. આવામાં ગુજરાતભરના વાલીઓ ફી માફી માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. તેમ છતાં સ્કૂલ સંચાલકો ટસના મસ થતા નથી. આવામાં અરવલ્લીના બાયડની લઘુમતી શાળાએ મોટો નિર્ણય લીધો છે. ધોરણ ૯ થી ૧૧ના વિદ્યાર્થીઓની ફી માફ કરાઈ છે. સમીર એજ્યુકેશન ટ્રસ્ટની સારસ્વત હાઈસ્કૂલ દ્વારા આ નિર્ણય કરાયો છે. કોરોનાને લઇ મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ મિર્ઝા દ્વારા આ ઉમદા નિર્ણંય લેવાયો છે. જે મુજબ, વર્ષ ૨૦૨૦-૨૧ની આખા વર્ષની ફી નહિ લેવામાં આવે. અરવલ્લીની જનતાએ પણ હાઈસ્કૂલના નિર્ણંયને વધાવ્યો છે. 
Jul 2,2020, 14:20 PM IST
નો સ્કુલ... નો ફી : ગુજરાતભરના વાલીઓ સ્કૂલોની મનમાની સામે મેદાને ઉતર્યાં
ફી માટે દબાણ કરતી, પુસ્તક સહિતની સામગ્રી શાળામાંથી જ લેવા દબાણ કરતી શાળાઓ સામે વાલીઓએ આંદોલન છેડ્યું છે. આ આંદોલન ઓનલાઈન છે. વાલીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. આજથી 20 જૂન સુધી વાલીઓ ઘરે રહી સોશિયલ મીડિયાના માધ્યમથી ખાનગી શાળાઓ જે વાલી પર દબાણ કરી રહી છે તેમનો વિરોધ કરશે. આ આંદોલન મામલે વાલીઓએ કહ્યું કે, શાળાઓ ધમકાવે છે કે ફી ભરો નહિ તો માર્કશીટ નહીં આપીએ. બાળકને ઓનલાઈન અભ્યાસ નહિ કરાવીએ. નવા સત્રના પુસ્તક નહીં આપીએ. કેટલીક શાળાઓની હિંમત એટલી વધી છે કે સ્પષ્ટ વાલીઓને કહે છે કે જ્યાં કહેવું હોય કહી દો, જે કરવું હોય કરો પણ ફી પુરી ભરવી જ પડશે. ત્યારે હવે વાલીઓ નિ:સહાય બન્યા છે. આખરે વાલીઓ મેદાનમાં આવ્યા છે અને કાળી પટ્ટીના સહારે વિરોધ દર્શાવી રહ્યાં છે. 
Jun 14,2020, 13:34 PM IST

Trending news