બેબો News

30 વર્ષથી ભાજપનો ગઢ ગણાતા ભોપાલમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે કરીના? બેબોએ
લોકસભા ચૂંટણી 2019માં મધ્ય પ્રદેશના ભોપાલના કોંગ્રેસ કોર્પોરેટર યોગેન્દ્ર સિંહે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે માંગણી કરી હતી કે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરને ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવે. કોર્પોરેટરની એવી દલીલ હતી કે કરીના કપૂર ખાનને ઉમેદવાર બનાવવાથી ભાજપના આ ગઢમાં કોંગ્રેસ જીત મેળવી શકશે. આ અંગે ભોપાલ નગર નિગમના કોંગ્રેસ કોર્પોરેટર યોગેન્દ્ર સિંહે રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. તેઓ ગુડ્ડુના નામથી મશહૂર મધ્ય પ્રદેશના નજસંપર્ક મંત્રી પી સી શર્માના નજીકના ગણાય છે. ચૌહાણે પોતાના પત્રમાં લખ્યું છે કે 2019ની ચૂંટણી આપણા માટે મહત્વપૂર્ણ છે. ભોપાલ લોકસભા બેઠક પર વર્ષોથી સતત ભાજપનો કબ્જો છે. આથી આ બેઠક માટે કરીના કપૂર યોગ્ય ઉમેદવાર સાબિત થશે. 
Jan 22,2019, 13:34 PM IST

Trending news