બાગાયતી ખેતી News

બોટાદના ખેડૂતો માલામાલ બનશે, પરંપરાગત ખેતીને તિલાંજલિ આપી બાગાયતી ખેતી શરૂ કરી
પીએમ મોદીએ દેશના ખેડૂતોને ઓર્ગેનિક તરફ વળવા હાકલ કરી છે. બોટાદ જિલ્લાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ઉમાગેડી ગામના ખેડૂતો પરંપરાગત ખેતીમાં બદલાવ કરીને બાગાયતી ખેતી કરી રહ્યા છે. આ ખેડૂતો ખારેકની ખેતી કરીને લાખોની કમાણી કરે છે. ખારેક અને ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને ઓછી મહેનતે વધારે કમાણી કરે છે. પહેલાં ખેતીમાં વધુ ખર્ચ અને મહેનત થતી હતી, અને આવક ઓછી થતી હતી. જ્યારે હવે ઓછા સમયમાં ઓછી મહેનતે વધારે આવક થાય તેવી ખેતી કરાઈ રહી છે. આ સાથે સરકાર પ્લાન્ટ ખરીદીમાં સબસીડી આપતા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખારેકના પ્લાન્ટની ખરીદીમાં 1250 રૂપિયા પ્લાન્ટ દીઠ સહાય મળી રહી છે. માટે ખેડૂતોને હવે બાગાયતી ખેતી વધુ અનુકુળ આવી રહી છે.
Jul 8,2022, 9:36 AM IST
પોરબંદરના આ ખેડૂતે સ્માર્ટ ખેતી દ્વારા કરી લાખોની કમાણી, આ રીતે કરી શકાય વાવેતર
જિલ્લામાં એવા અનેક પ્રગતિશીલ ખેડૂતો છે કે જેણે પરંપરાગત ખેતીની જગ્યાએ કંઈક નવું સંશોધન અને નવા પ્રયોગો કરી સફળ ખેડૂત બન્યા છે.ત્યારે જિલ્લાના આવા જ એક રાણાવાવના પ્રગતિશીલ ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે અને એ સાબીત કર્યુ છે કે સાહસ કરવાથી કોઈપણ ક્ષેત્રે જરુરથી સફળતા મળે છે. પોરબંદર જિલ્લાના રાણાવાવના રાજુ મોકરીયા નામના પ્રગતિશીલ ખેડૂતે પોતાની વાડીના અઢી વિઘા ખેતરમાં તેઓએ ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરી છે. પોરબંદર જિલ્લામાં મુખ્યત્વે મોટા ભાગના ખેડૂતો દ્વારા મગફળી અને કપાસ સહિતના મુખ્ય પાકોનુ વાવેતર કરવામાં આવતુ હોય છે. ત્યારે રાણાવાવના આ ખેડૂતે મગફળી અને કપાસના બદલે ડ્રેગન ફ્રુટની ખેતીનો નિર્ણય લીધો અને તેઓની મહેનત અને સુઝબુજના કારણે તેઓ આજે સફળતા પૂર્વક ડ્રેગન ફ્રુટમાંથી સારી આવક મેળવી રહ્યા છે. સમગ્ર રાણાવાવ તાલુકામાં આ એક માત્ર ખેડૂત છે. જેઓએ પોતાન ખેતરમાં  ડ્રેગન ફ્રુટનુ વાવેતર કર્યુ છે. 
Sep 26,2020, 22:44 PM IST
મહેસાણા: ખેડૂતે પોતાની પદ્ધતીમાં કર્યો નાનકડો ફેરફાર અને કરી લાખોની કમાણી
જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના ખેડૂતોએ પરંપરાગત ચીલા ચાલુ ખેતી છોડીને કાશ્મીરી ગુલાબ યાને છુટ્ટા ફૂલોની ખેતી શરૂ કરી મબલક આવક મેળવી રહ્યા છે. અન્ય ખેતીમાં કુદરતી આફતોના કારણે નુકસાન આવતું હોવાથી વિજાપુર તાલુકાના ખેડૂત બાગાયતી ખેતી તરફ વળી બમણી આવક કરી રહ્યા છે. જળ વાયુ પરિવર્તન અને વરસાદની અનિયમિતતા વધુ ઓછો વરસાદ વગેરેને લીધે ખેડૂતો ખૂબ પરેશાન થાય છે. ધારી આવક મહેનતના પ્રમાણમાં મેળવી શકતા નથી. આથી હવે ખેડૂતો રોકડીયા પાક તથા બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના 50 જેટલા ખેડૂતોએ પરંપરાગત અને ચીલા ચાલુ ખેતી છોડી અંદાજે 100 વિઘા જમીનમાં કાશ્મીરી ગુલાબ તથા દેશી ગુલાબની ખેતી શરૂ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર શરૂઆતના 6 મહિનામાં ફૂલો ઓછા ઉતરે છે, પછી ખૂબ સારા ઉતરે છે. ત્યારબાદ વરસાદમાં પણ કોઈ પણ પ્રકારની તલ્લીફ અને મુસીબત વગર બમણી આવક ઉભી કરી જાણે છે.
Jan 17,2020, 19:34 PM IST

Trending news