આ વૃક્ષની ખેતીથી થાય છે કરોડોની કમાણી, એક એકરમાં વાવેતર કરો તમારા બાળકોને કમાવવાની નહીં પડે જરૂર

સાગના જંગલો લાંબા સમય સુધી ટકી રહે છે. તેની મજબૂતાઈને કારણે સાગના લાકડાની માંગ બજારમાં વધુ રહે છે. ફર્નિચર, પ્લાયવુડ ઉપરાંત તેના લાકડાનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. ઉંચા ભાવને કારણે લાંબા ગાળે આવક થતી હોવા છતાં ખેડૂતો રિસ્ક લઈને ખેતી કરે છે. 

આ વૃક્ષની ખેતીથી થાય છે કરોડોની કમાણી, એક એકરમાં વાવેતર કરો તમારા બાળકોને કમાવવાની નહીં પડે જરૂર

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ખેતીનો વ્યાપ ધીમેધીમે વધી રહ્યો છે. બાગાયતી ખેતી ખેડૂતોને ઉત્તમ કમાણી કરી આપે છે. દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે બાગાયતી ખેતી થાય છે. ખેડૂતોએ ખેતીમાં કમાણી કરવી હોય તો બાગાયતનો રસ્તો અપનાવવો એ જરૂરી છે. બાગાયતી ખેતીમાં ખેડૂતો સાગનો છોડ 8 થી 10 ફૂટના અંતરે રોપી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ ખેડૂત પાસે 1 એકર જમીન હોય તો તે તેમાં 500 જેટલા સાગના છોડ રોપી શકાય છે. 15 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સાગ માટે અનુકૂળ માનવામાં આવે છે.

સાગની ખેતી: 
સાગના જંગલો લાંબા સમય સુધી ટકી રહે છે. તેની મજબૂતાઈને કારણે સાગના લાકડાની માંગ બજારમાં વધુ રહે છે. ફર્નિચર, પ્લાયવુડ ઉપરાંત તેના લાકડાનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. ઉંચા ભાવને કારણે લાંબા ગાળે આવક થતી હોવા છતાં ખેડૂતો રિસ્ક લઈને ખેતી કરે છે. 

સાગ માટે ખેતરમાં કેટલું અંતર હોવું જોઈએ
સાગનો છોડ 8 થી 10 ફૂટના અંતરે લગાવી શકાય છે. આવી સ્થિતિમાં જો કોઈ ખેડૂત પાસે 1 એકર જમીન હોય તો તે તેમાં 500 જેટલા સાગના છોડ વાવી શકે છે. 15 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સાગ માટે અનુકૂળ માનવામાં આવે છે.

સાગના છોડને સ્વચ્છતાની ખાસ જરૂર છે. પ્રથમ વર્ષમાં ત્રણ વાર, બીજા વર્ષે બે વાર અને ત્રીજા વર્ષે એક વાર ખેતરની સફાઈ કરવી જરૂરી છે. સફાઈ દરમિયાન ખેતરમાંથી નીંદણને સંપૂર્ણપણે દૂર કરો. સાગ એ 10 થી 12 વર્ષમાં કોઈપણ મુશ્કેલી વિના તૈયાર થઈ જાય છે. ખેડૂતોને સાગના લાકડાથી સારી એવી આવક થાય છે. 

સાગના લાકડાની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ઉધઈ આવતી નથી. આ જ કારણ છે કે તે લાંબા સમય સુધી રહે છે. જો કે, ઠંડા સ્થળોએ આ વૃક્ષના વિકાસને મોટા પ્રમાણમાં અસર થાય છે. આ કારણે ડુંગરાળ સ્થળોએ તેની ખેતી થતી નથી.સાગના પાન ઔષધીય ગુણો ધરાવે છે, તેથી જ પ્રાણીઓ તેને ખાવાનું પસંદ કરતા નથી. આ સાથે જો વૃક્ષની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો તેમાં કોઈ રોગ લાગતો નથી અને તે 10 થી 12 વર્ષમાં કોઈપણ સમસ્યા વિના તૈયાર થઈ જાય છે.

સાગનું ઝાડ ઘણા વર્ષો સુધી નફો આપે છે
12 વર્ષ પછી આ ઝાડ સમય પ્રમાણે જાડું થઈ જાય છે, જેના કારણે વૃક્ષની કિંમત પણ વધી જાય છે. સાગનું ઝાડ એકવાર કાપવામાં આવે તો તે ફરીથી ઉગે છે અને તેને ફરીથી કાપી શકાય છે. આ વૃક્ષો 100 થી 150 ફૂટ ઊંચા હોય છે. તેનાથી તમે કરોડોનો નફો કમાઈ શકો છો. આમ આ ખેતી તમને સતત ફાયદો કરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news