મહેસાણા: ખેડૂતે પોતાની પદ્ધતીમાં કર્યો નાનકડો ફેરફાર અને કરી લાખો રૂપિયાની કમાણી

જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના ખેડૂતોએ પરંપરાગત ચીલા ચાલુ ખેતી છોડીને કાશ્મીરી ગુલાબ યાને છુટ્ટા ફૂલોની ખેતી શરૂ કરી મબલક આવક મેળવી રહ્યા છે. અન્ય ખેતીમાં કુદરતી આફતોના કારણે નુકસાન આવતું હોવાથી વિજાપુર તાલુકાના ખેડૂત બાગાયતી ખેતી તરફ વળી બમણી આવક કરી રહ્યા છે. જળ વાયુ પરિવર્તન અને વરસાદની અનિયમિતતા વધુ ઓછો વરસાદ વગેરેને લીધે ખેડૂતો ખૂબ પરેશાન થાય છે. ધારી આવક મહેનતના પ્રમાણમાં મેળવી શકતા નથી. આથી હવે ખેડૂતો રોકડીયા પાક તથા બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના 50 જેટલા ખેડૂતોએ પરંપરાગત અને ચીલા ચાલુ ખેતી છોડી અંદાજે 100 વિઘા જમીનમાં કાશ્મીરી ગુલાબ તથા દેશી ગુલાબની ખેતી શરૂ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર શરૂઆતના 6 મહિનામાં ફૂલો ઓછા ઉતરે છે, પછી ખૂબ સારા ઉતરે છે. ત્યારબાદ વરસાદમાં પણ કોઈ પણ પ્રકારની તલ્લીફ અને મુસીબત વગર બમણી આવક ઉભી કરી જાણે છે.
મહેસાણા: ખેડૂતે પોતાની પદ્ધતીમાં કર્યો નાનકડો ફેરફાર અને કરી લાખો રૂપિયાની કમાણી

તેજસ દવે/મહેસાણા: જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના ખેડૂતોએ પરંપરાગત ચીલા ચાલુ ખેતી છોડીને કાશ્મીરી ગુલાબ યાને છુટ્ટા ફૂલોની ખેતી શરૂ કરી મબલક આવક મેળવી રહ્યા છે. અન્ય ખેતીમાં કુદરતી આફતોના કારણે નુકસાન આવતું હોવાથી વિજાપુર તાલુકાના ખેડૂત બાગાયતી ખેતી તરફ વળી બમણી આવક કરી રહ્યા છે. જળ વાયુ પરિવર્તન અને વરસાદની અનિયમિતતા વધુ ઓછો વરસાદ વગેરેને લીધે ખેડૂતો ખૂબ પરેશાન થાય છે. ધારી આવક મહેનતના પ્રમાણમાં મેળવી શકતા નથી. આથી હવે ખેડૂતો રોકડીયા પાક તથા બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના 50 જેટલા ખેડૂતોએ પરંપરાગત અને ચીલા ચાલુ ખેતી છોડી અંદાજે 100 વિઘા જમીનમાં કાશ્મીરી ગુલાબ તથા દેશી ગુલાબની ખેતી શરૂ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર શરૂઆતના 6 મહિનામાં ફૂલો ઓછા ઉતરે છે, પછી ખૂબ સારા ઉતરે છે. ત્યારબાદ વરસાદમાં પણ કોઈ પણ પ્રકારની તલ્લીફ અને મુસીબત વગર બમણી આવક ઉભી કરી જાણે છે.

કુદરતી આફતોને લઇ પરેશાન જગતનો તાત હાલ બાગાયતી ખેતી તરફ વાળ્યો છે. આ ખેતીમાંથી વર્ષે આશરે 2.50 (અઢી લાખ) લાખ રૂપિયાની આવક ખેડૂતો મેળવી જાણે છે. આ ફૂલનો ભાવ સિઝનમાં તો સારો મળે જ છે પરંતુ જો સીઝન ન હોય તો પણ અંદાજીત કિલોના 60 રૂપિયા તો મળે જ છે. જેથી ખેડૂતને ક્યારેય નુકશાન થતું નથી. જેથી હાલમાં વિજાપુરના દેવડા ગામનો ખેડૂત આ બાગાયતી ખેતી માં મબલખ આવક ઉભી કરી એક નવો ચીલો ચિતર્યો છે. 

આ ફૂલનો ભાવ સારો મળે છે. ઉપરાંત દેશી ગુલાબ કરતા કાશ્મીરી ગુલાબની ખૂબ માગ રહે છે. કારણ આ ગુલાબનો કલર ગાઢ હોય છે અને ત્રણ દિવસ સુધી બગડતા નથી. જેથી કાશ્મીરી ગુલાબને બીજા રાજ્યમાં વેચી પણ શકાય છે. તેમણે ગુજરાતના અન્ય ખેડૂતોને પણ આવી ખેતી કરવાની સલાહ આપી હતી. આ કાશ્મીરી ગુલાબે મહેસાણાના ખેડૂતોના જીવનમાં સારી આવક દ્વારા ગુલાબી મહક પ્રસરાવી રહ્યા છે તેમ કહીયે તો નવાઈ નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news