છુટાછેડા News

અમદાવાદ: બપોરે લગ્ન સાંજે રિસેપ્શન અને દુધ પીવા મુદ્દે રાત્રે 3 વાગ્યે છુટ
હાલમાં ચાલી રહેલા લગ્નગાળાને કારણે અમદાવાદમાં શરૂઆતે અનોખા અને આખરે વિચિત્ર પ્રકારનાં લગ્ન થયા હતા. જેમાં બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથીથી જોડાયા હતા. લગ્ન બાદ સાંજે 7 વાગ્યે બંન્નેનું રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરરાજાએ દુધ પીવાની વિધિનો વિરોધ કરતા બંન્ને પક્ષના સભ્યો વચ્ચે ઝગડો થયો હતો. જોતજોતામાં આ ઝગડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા વરરાજા, કન્યા જાનૈયા અને કન્યા પક્ષનાં લોકો સહિતનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. જ્યાં 6 કલાક સુધી બંન્ને પક્ષો વચ્ચે બોલાચાલી અને ચર્ચા વિચારણા ચાલી રહી હતી. જો કે 3 વાગ્યે બંન્ને પક્ષોએ આખરે છુટાછેડા જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી. 
Dec 4,2019, 23:33 PM IST

Trending news