કન્ટેઈનમેન્ટ ઝોન News

રાજકોટ : ગુજરાતનો કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો તે જંગલેશ્વર વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોન
રાજકોટમાં કોરોનાની એન્ટ્રી થતા જ રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કોરોનાનું હોટસ્પોટ બની ગયો હતો. એક પછી એક આ વિસ્તારમાંથી ઢગલાબંધ કોરોનાના પોઝિટિવ કેસ આવવા લાગ્યા હતા. ત્યારે હવે આખરે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે. જંગલેશ્વર વિસ્તારના 27 હજાર લોકો અત્યાર સુધી આ કન્ટેઈનમેન્ટ ઝોનમાં હતા. આ વિસ્તારમાં ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. હવે રાજકોટમાં માત્ર અંકુર સોસાયટીના 2300 લોકો જ કન્ટેનમેન્ટ ઝોન હેઠળ છે. કોરોના કારણે જંગલેશ્વર વિસ્તાર સતત ચર્ચામાં રહ્યો હતો. આખરે જંગલેશ્વરને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે. 
Jun 4,2020, 15:16 PM IST

Trending news