આહીર સમાજ News

દ્વારકા મંદિરના બંધ દરવાજામાં કેવી રીતે જન્માષ્ટમી ઉજવાશે? પૂજારીએ આપી માહિતી
કોરોના વાયરસને પગલે જન્માષ્ટમીના પાવન અવસર પર જગત મંદિર દ્વારકાના દ્વાર બંધ રહેશે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ (Dwarka temple close) રાખવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને લઈ દ્વારકા તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે. 10થી 13 ઓગષ્ટ સુધી યાત્રિકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે તેવો દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરાયો છે. કૉવિડ 19 સંક્રમણ ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે જગત મંદિરનાં દ્વાર ભાવિકો માટે બંધ કરી દેવાયા છે, ત્યારે 5247મી જન્માષ્ટમી ઉત્સવનો ઉત્સવ બંધ બારણાની અંદર કેવી રીતે ઉજવાશે તે જાણવાની દરેકમાં તાલાવેલી છે. ત્યારે જગત મંદિરના પૂજારીએ ઉત્સવ ઉજવણીની માહિતી આપી છે. 
Aug 10,2020, 15:51 PM IST
ભાલકા તીર્થ : રાજભા ગઢવીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ, નોટ ગણવા મશીન લાવ
ગીર સોમનાથના વેરાવળમાં આવેલ પ્રસિદ્ઘ ભાલકા તીર્થ (bhalka tirth) માં આહીર સમુદાય (Ahir Samaj) દ્વારા સુવર્ણશીખર અને ધર્મધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં ગઈકાલે રાત્રે ભવ્ય લોકડાયરા (Dayro)નું આયોજન કરાયું હતું. આ લોકડાયરામાં રાજભા ગઢવી (Rajbha Gadhvi) સહિતના નામાંકિત કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેને પગલે લોકડાયરામાં લાખોની મેદની ઉમટી પડી હતી. ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો. નોટોનો વરસાદ એટલો થયો કે, નોટો ગણવા માટે મશીન લાવવા પડ્યા હતા. ઉલ્લેનનીય છે કે, પ્રભાસતીર્થમાં ભગવાન શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ લીલાના સ્થાન એવા ભાલકા તીર્થનું 12 કરોડના ખર્ચે નૂતન મંદિરનું નિર્માણ કરાયું છે. નૂતન મંદિર પર પ્રથમ ધ્વજારોહણ આહીર સમુદાય દ્વારા કરાયું હતું. 
Oct 14,2019, 8:36 AM IST
Photos : આહીર સમાજની રથયાત્રાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, 1198 ફોર વ્હીલર-381
ગુજરાતના આહીર સમાજે (Ahir Samaj) આજે વર્લ્ડ રેકોર્ડ (World Record) સર્જયો છે. 1198 ફોર વ્હીલર અને 3811 બાઇક સાથે 310 કિલોમીટર સુધીની વિશ્વની પ્રથમ ધાર્મિક રથયાત્રા (Rathyatra) યોજવાનો રેકોર્ડ આહીર સમાજે આજે બનાવ્યો છે. ત્યારે આહીર સમાજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (world book of record) માં સ્થાન મેળવ્યું છે. દ્વારકા (Dwarka) થી ભાલકા તીર્થ (bhalka tirth) સુધી શ્રીમદ ભાગવત ગીતાના સંદેશ સાથેની વિશાળ રથયાત્રાએ વિશ્વ વિક્રમ બનાવ્યો છે. સુવર્ણશિખર ધર્મધજા મહોત્સવ અંતર્ગત આ રેલી યોજાઈ હતી. જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની 6 સભ્યોની ટીમ સતત સાથે રહી હતી, અને તેઓએ સમગ્ર રેલીનું નિરીક્ષણ કર્યું હતું. જુદા જુદા 5 સ્થળોએ વાહનોની ગણતરી કરાઈ હતી. જેના બાદ આજે વર્લ્ડ રેકોર્ડ બનાવીને આહીર સમાજે ફરી વિશ્વમાં ડંકો વગાડ્યો છે.
Oct 13,2019, 13:24 PM IST

Trending news