પ્લેઈંગ-11 માં ના હોવા છતાં ચહલ કેમ છે ચર્ચામાં? વિરાટથી વધારે ફરતા થયા ચહલના ફોટા!

યુઝવેન્દ્ર ચહલે ગુરુવારે નેધરલેન્ડ્સ સામેની T20 વર્લ્ડ કપ મુકાબલામાં ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન હતો. તેણે બાઉન્ડરી બહાર બેસીને મેચ જોઈ હતી. 13મી ઓવરમાં નેધરલેન્ડ્સની ઇનિંગ્સ દરમિયાન ચહલે પોતાનો આઇકોનિક પોઝ આપ્યો હતો. જેના લીધે તે આજે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો હતો.

પ્લેઈંગ-11 માં ના હોવા છતાં ચહલ કેમ છે ચર્ચામાં? વિરાટથી વધારે ફરતા થયા ચહલના ફોટા!

નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાછળ દેશ અને દુનિયાભરમાં અસંખ્ય ચાહકો ફિદા છે. ભલે તે ટીમમાં હોય કે ન હોય પણ ખેલાડીના ચાહકો ઓછા થતાં નથી. એમાંય હાલ યુઝી ચહલ સૌથી વધારે ચર્ચામાં છે. હાલમાં રમાયેલી વર્લ્ડકપની મેચમાં ચહલ પ્લેઈંગ-11 માં નહોતો છતાંય સોશિયલ મીડિયા પર કેમ થઈ રહી છે ચહલની ચર્ચા એ મુદ્દો જાણવા જેવો છે. તો આનો જવાબ તમને સોશિયલ મીડિયામાં ફરતી ચહલની તસવીરો જોઈને મળી જશે. યુઝવેન્દ્ર ચહલે ફરી એકવાર પોતાના આઇકોનિક અંદાજમાં પોઝ આપ્યો છે. ઉલ્લેખનીય છેકે, પ્લેઈંગ-11નો ભાગ નહોતો છતાં ચહલ થઈ રહ્યો છે ટ્રેન્ડ.

 

— !!Coach!! (@Sourabh45_) October 27, 2022

 

યુઝવેન્દ્ર ચહલે ગુરુવારે નેધરલેન્ડ્સ સામેની T20 વર્લ્ડ કપ મુકાબલામાં ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન હતો. તેણે બાઉન્ડરી બહાર બેસીને મેચ જોઈ હતી. 13મી ઓવરમાં નેધરલેન્ડ્સની ઇનિંગ્સ દરમિયાન ચહલે પોતાનો આઇકોનિક પોઝ આપ્યો હતો. જેના લીધે તે આજે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો હતો. 32 વર્ષીય ક્રિકેટરના ચાહકોએ તરત જ નોંધ્યું કે, ભારતીય લેગ-સ્પિનર તેના આઇકોનિક પોઝમાં આરામ કરી રહ્યો હતો. તેના આ ફોટો અને વીડિયો તરત જ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે IPLમાં રાજસ્થાન રોયલ્સ વતી હેટ્રિક ઝડપ્યા બાદ ચહલે આ પોઝ આપીને હેટ્રિક સેલિબ્રેટ કરી હતી. ચહલે સૌથી પહેલા 2019ના વર્લ્ડ કપમાં ઇન્ડિયા શ્રીલંકાની મેચ દરમિયાન આ પોઝ આપ્યો હતો.

 

Legends remaking their signature pose😎 pic.twitter.com/on8S9MsAPy

— रोहित गियाड़ (@RohitGiyad) April 18, 2022

ભારતે T20 વર્લ્ડ કપ 2022ની સુપર-12 મેચમાં નેધરલેન્ડ્સને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 56 રને હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત બીજી જીત છે. આ પહેલાંની મેચમાં ભારતે પાકિસ્તાનને મેલબોર્ન ખાતે 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચ જીતતાની સાથે જ ભારત ગ્રુપમાં પ્રથમ સ્થાને આવી ગયું છે. 180 રનનો પીછો કરતા નેધરલેન્ડ્સ 20 ઓવરમાં 9 વિકેટે 123 રન જ કરી શક્યું હતું. ભારત માટે ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ શમીને પણ એક સફળતા હાથ લાગી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news