PAK vs ZIM: ઝિમ્બાબ્વે સામે હાર બાદ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા શાદાબ ખાન, જુઓ UNSEEN VIDEO

T20 World Cup 2022: પાકિસ્તાન ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન શાદાબ ખાનનો એક અનસીન વીડિયો સામે આવ્યો છે. ઝિમ્બાબ્વે વિરુદ્ધ હાર બાદ શાદાબ ખાન રડી રહ્યો છે. 

PAK vs ZIM: ઝિમ્બાબ્વે સામે હાર બાદ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા શાદાબ ખાન, જુઓ UNSEEN VIDEO

પર્થઃ ઝિમ્બાબ્વે વિરુદ્ધ હારે પાકિસ્તાન ક્રિકેટ ટીમને એ રીતે ભાંગી નાખી, તેનો નજારો તમે મેચ બાદ પાકિસ્તાની ખેલાડીઓના ચહેરા પર જોઈ શકો છો. આઈસીસી ટી20 વિશ્વકપ 2022માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ગુરૂવારે એક રનથી થયેલા પરાજયથી પાકિસ્તાનની સેમીફાઇનલમાં પહોંચવાની આશા મુશ્કેલ બની ગઈ છે. પાકિસ્તાને પહેલા ભારત વિરુદ્ધ રોમાંચક મેચમાં ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો અને પછી ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવી દીધુ હતું. આ હાર બાદ વાઇસ કેપ્ટન શાદાબ ખાનનો એક અનસીન વીડિયો સામે આવ્યો છે. 

આ વીડિયોમાં શાદાબ ડ્રેસિંગ રૂમની પાસે ઘુંટણ પર બેસીને રડતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ફેન્સ માટે આ વીડિયો દિલ તોડનારો છે. શાદાબે આ મેચમાં શાનદાર બોલિંગ કરી અને ચાર ઓવરમાં 23 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DBTV Sports (@dbtvsports)

પરંતુ તે બેટથી ખાસ કરી શક્યો નહીં અને 14 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો. ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ પર 130 રન કર્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ પર 129 રન બનાવી શકી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news