આ ખેલાડીઓએ આપ્યો Rishabh Pantનો સાથ, વિકેટકીપિંગ પર ઉઠી રહ્યા હતા સવાલ
ઓસ્ટ્રેલિયાની સામે બ્રિસબેનમાં રમાયેલી ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે ઋષભ પંતે (Rishabh Pant) ઐતિહાસિક ઇનિંગ્સ રમી ભારતને મેચ જીતાળવામાં મહત્વની ભૂમિકા નિભાવી અને ટીમ ઇન્ડિયાએ સિરીઝ 2-1થી પોતાના નામે કરી
Trending Photos
કોલકતા: ઓસ્ટ્રેલિયાની સામે બ્રિસબેનમાં રમાયેલી ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે ઋષભ પંતે (Rishabh Pant) ઐતિહાસિક ઇનિંગ્સ રમી ભારતને મેચ જીતાળવામાં મહત્વની ભૂમિકા નિભાવી અને ટીમ ઇન્ડિયાએ સિરીઝ 2-1થી પોતાના નામે કરી. જો કે, ત્યારબાદ પણ તેની વિકેટકીપિંગ પર સવાલ ઉઠી રહ્યા છે.
સાહાએ આપ્યો પંતનો સાથ
અનુભવી વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ (Wriddhiman Saha) પંત (Rishabh Pant) પર ઉપર ઉઠી રહેલા સવાલોનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ યુવા ખેલાડી ધીમે-ધીમે તેનામાં તે જ રીતે સુધારો કરશે જે રીતે કોઈ 'બીજગણિત' શીખે છે.
રાષ્ટ્રીય ટીમના ટોચના વિકેટકીપર ગણાતા સાહાએ કહ્યું કે, તેમને એવું નથી લાગતું કે પંતની સાહસિક ઇનિંગ્સ બાદ તેમના માટે ટીમના દરવાજા બંધ થઈ જશે. તે પોતાનું શ્રેષ્ઠ કામ કરવાનું ચાલુ રાખશે અને પસંદગીની ટીમ મેનેજમેન્ટ પર છોડવા માંગે છે.
સાહાએ (Wriddhiman Saha) ગાબામાં મેચના પાંચમાં દિવસ બાદ નાબાદ 89 રનની ઇનિંગ્સ રમનાર પંતની પ્રશંસા કરતા કહ્યું, કોઈપણ પ્રથમ કક્ષામાં બીજગણિત નહીં શખતું. તમે હમેશાં એક-એક પગલું આગળ વધો છો. પંત તેનું શ્રેષ્ઠ કરી રહ્યો છે અને નિશ્ચિત રીતથી સુધારો (વિકેટકીપિંગ) કરશે. તેણે હમેશાં પરિપક્વતા દેખાડી છે અને પોતાને સાબિત કર્યો છે. લાંબા સમય માટે આ ભારતીય ટીમ માટે સારો છે.
તેમણે કહ્યું, 'વનડે અને ટી -20 ફોર્મેટ્સથી બહાર થયા પછી તેણે જે જુસ્સો દેખાળ્યો તે ખરેખરમાં અસાધારણ છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે