રિદ્ધિમાન સાહાએ અધવચ્ચે છોડ્યો ટીમનો સાથ, એક નિવેદનના કારણે વિવાદ વકર્યો; વોટ્સએપ ગ્રુપમાંથી પણ લેફ્ટ

બંગાળને 6 જૂને ઝારખંડ વિરુદ્ધ રણજી ટ્રોફીની ક્વોર્ટર ફાઈનલ મેચ રમવાની છે. તેમાં સાહા ટીમનો હિસ્સો રહેશે નહીં. સાહા હાલ આઈપીએલ 2022માં ગુજરાત ટાઈટન્સ તરફથી રમી રહ્યા છે. તેમની ટીમે ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. લીગની ફાઈનલ આ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

રિદ્ધિમાન સાહાએ અધવચ્ચે છોડ્યો ટીમનો સાથ, એક નિવેદનના કારણે વિવાદ વકર્યો; વોટ્સએપ ગ્રુપમાંથી પણ લેફ્ટ

નવી દિલ્હી: આઈપીએલ 2022માં નવી આવેલી ગુજરાત ટાઈટન્સ ખુબ જ સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ ટાઈટન્સની ટીમનો મહત્વપૂર્ણ હિસ્સો બનેલા ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર રિદ્ધિમાન સાહા હાલ ચર્ચામાં છે. જાણવા મળી રહ્યું છે કે રિદ્ધિમાન સાહાએ બંગાળ તરફથી રણજી ટ્રોફી નોક આઉટ મુકાબલો રમવાનો ઈનકાર કરી દીધો છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે સીએબીએ એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. તેની સાથે જ સાહાનું બંગાળ ક્રિકેટ ટીમની સાથે ઘરેલૂ કરિયર પુરું થઈ ગયું છે. તેમણે 2007માં બંગાળ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે બંગાળને 6 જૂને ઝારખંડ વિરુદ્ધ રણજી ટ્રોફીની ક્વોર્ટર ફાઈનલ મેચ રમવાની છે. તેમાં સાહા ટીમનો હિસ્સો રહેશે નહીં. સાહા હાલ આઈપીએલ 2022માં ગુજરાત ટાઈટન્સ તરફથી રમી રહ્યા છે. તેમની ટીમે ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. લીગની ફાઈનલ આ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ અવિષેક ડાલમિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સીએબી ઈચ્છતું હતું કે સાહા આવા મહત્વપૂર્ણ અવસરે, જ્યારે બંગાળની ટીમ રણજી ટ્રોફીની નોક આઉટ મુકાબલો રમશે અને ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહ્યા બાદ એવોર્ડ જીતવા માટે કોશિશ કરશે, ત્યારે વિકેટકીપર બેટ્સમેનને ટીમની સાથે રહેવું જોઈતું હતું. મેં સાહાને આ વાત કરી હતી અને તેના પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે જણાવ્યું હતું. જોકે, સાહાએ અમને જણાવી દીધું કે તે રણજી ટ્રોફી નોક આઉટ મેચ રમવા માંગતા નથી.

સાહા પસંદગીને લઈને નારાજ હતો
IPL 2022માં સારા પ્રદર્શન બાદ સાહાને ઝારખંડ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચ માટે પસંદ કરાયેલ 22 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો કે, તેમણે આ મુદ્દે CAB સચિવ અવિશેક દાલમિયા સાથે ફોન પર વાત કરી હતી અને સંયુક્ત સચિવના નિવેદન સામે વિરોધ દર્શાવવાનો ઇનકાર કર્યો હતો. સાહાએ કહ્યું કે ટીમ પસંદ કરતા પહેલા મોહમ્મદ શમી સાથે જે રીતે વાત કરવામાં આવી હતી. એ જ રીતે, એસોસિએશને પસંદગી પહેલા તેની સાથે વાત કરવી જોઈતી હતી.

37 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન સાહા, જેણે 122 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તેણે રાજ્ય ક્રિકેટ એસોસિએશનને ઇન્ટર-સ્ટેટ એનઓસી માટે પહેલાથી જ વિનંતી કરી છે. આ મુદ્દે CABના એક ટોચના અધિકારીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે આપણે શું કરી શકીએ? જો તે આવું અડિયલ વલણ અપનાવશે તો અમે તેણે એનઓસી આપીશું. પરંતુ, મારો મુદ્દો એ છે કે કોઈપણ ખેલાડીએ રાજ્ય ક્રિકેટ એસોસિએશન સાથે મનમાની ન કરવી જોઈએ. કારણ કે એસોસિએશન કોઈપણ ખેલાડી કરતા મોટું છે.

સાહાએ બંગાળ ક્રિકેટ ટીમનું વોટ્સએપ ગ્રુપ પણ લેફ્ટ કરી દીધું છે. એવામાં બંગાળ ટીમના કોચિંગ સ્ટાફના એક સભ્યએ જણાવ્યું હતું કે, હું સાહાના નિર્ણય પર કોઈ કોમેન્ટ કરવા માંગતો નથી કે તેણે કેમ ટીમથી હટવાનો નિર્ણય કર્યો? પરંતુ, હવે તસવીર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. હવે અમે તે હિસાબથી પોતાની રણનીતિ તૈયાર કરી શકીએ છીએ.

આ સમગ્ર વિવાદની શરૂઆત, શ્રીલંકા વિરુદ્ધ 2 ટેસ્ટની ઘરેલૂ સીરિઝમાંથી સાહાને બહાર કર્યા બાદથી થઈ છે. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ સાહાએ રણજી ટ્રોફીના ગ્રુપ સ્ટેજની મેચોમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેણે આ નિર્ણય પાછળ અંગત કારણો દર્શાવ્યા હતા. પછી CAB સંયુક્ત સચિવ દેબબ્રત દાસે સાહાની ટીમ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમર્પણ પર સાર્વજનિક રીતે સવાલ ઉઠાવ્યા. સાહાને CAB અધિકારીનું આ નિવેદન પસંદ ન આવ્યું અને તેણે તેના પર નારાજગી વ્યક્ત કરી. કારણ કે સાહાએ કહ્યું કે પરિવારના એક સભ્યની બિમારીના કારણે તેણે લીગ સ્ટેજમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news