World Cup: શાકિબે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં બનાવ્યા ઘણા રેકોર્ડ, કરી યુવરાજની બરોબરી

આ મેચ દરમિયાન તે વિશ્વકપમાં 1000 રન બનાવનાર બાંગ્લાદેશનો પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. ટૂર્નામેન્ટમાં તેણે બે સદી ફટકારી છે. આ ઉપરાંત અત્યાર સુધી 10 વિકેટ ઝડપી ચુક્યો છે. 
 

 World Cup: શાકિબે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં બનાવ્યા ઘણા રેકોર્ડ, કરી યુવરાજની બરોબરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને સોમવારે અહીં વિશ્વકપની એક મેચમાં અડધી સદી ફટકારવા ઉતરાંત પાંચ વિકેટ ઝડપનાર બીજો ખેલાડી બન્યો હતો. અફઘાનિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશે 62 રનથી જીત મેળવી હતી. શાકિબે 10 ઓવરમાં 29 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે બેટિંગમાં 51 રન બનાવ્યા હતા. તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

આ મેચ દરમિયાન તે વિશ્વકપમાં 1000 રન બનાવનાર બાંગ્લાદેશનો પ્રથમ બેટ્સમેન પણ બન્યો હતો. ટૂર્નામેન્ટમાં બે સદી ફટકારી ચુકેલ શાકિબ આ સિદ્ધિ મેળવનાર 19મો બેટ્સમેન ચે. હાલની ટૂર્નામેન્ટમાં શાકિબે છ મેચોમાં 476 રન બનાવ્યા છે. આ સાથે તેણે 10 વિકેટ પણ ઝડપી છે. એક વિશ્વકપમાં અત્યાર સુધી કોઈ ખેલાડીએ 400થી વધુ રન બનાવવા ઉપરાંત 10 વિકેટ ઝડપી નથી. 

આ પહેલા ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે 2011ના વિશ્વકપમાં એક મેચમાં પાંચ વિકેટ પણ ઝડપી હતી અને અડધી સદી પણ ફટકારી હતી. તેણે આયર્લેન્ડ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી. 

આ સાથે શાકિબ અલ હસન વિશ્વકપમાં 1000 રન સાથે 30થી વધુ વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ ઓલરાઉન્ડર ખેલાડી બની ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news