વિશ્વકપમાં કોહલી ત્રીજા સ્થાન પર નહીં પણ 'આ' નંબર પર કરી શકે છે બેટિંગ !
ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ વ્યુહરચનાની ચર્ચા કરી છે
Trending Photos
મુંબઈ : ભારતીય કોચ રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ દરમિયાન બોલરને અનુકૂળ પરિસ્થિતિને કારણે કેપ્ટન વિરાટ કોહલીને બચાવવા માટે તેને બેટિંગમાં ચોથા નંબર પર મોકલવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ચોથા નંબર પર બેટિંગ કરીને કોહલી બેટિંગ લાઇનને વધારે મજબૂત બનાવશે.
રવિ શાસ્ત્રીએ 'ક્રિકબઝ'ને કહ્યું હતું કે ભારતની ટીમના ટોચના ત્રણ બેટ્સમેનો વિશે સારી વાત એ છે કે હાલત અને પરિસ્થિતિ જોઈને તેમને અલગ કરી શકાય છે. વિરાટ કોહલી જેવો બેટ્સમેન ચોથા નંબર પર ઉતરી શકે છે અને બેટિંગના ક્રમમાં વધારે સંતુલન જાળવી રાખવા માટે અમે ત્રીજા નંબર પર કોઈ બીજાને ઉતારી શકીએ છીએ. રવિ શાસ્ત્રીના દાવા પ્રમાણે આ એક પ્રકારની ફ્લેક્સિબલ સ્થિતિ છે અને વર્લ્ડ કપ માટે આવી સ્થિતિ હોવી જરૂરી છે.
અંબાતી રાયુડૂએ હેમિલ્ટન એકદિવસીય મેચમાં 90 રનની વિજેતા ઇનિંગ રમીને પોતાની ક્ષમતા દેખાડી છે અને રવિ શાસ્ત્રીને લાગે છે કે તે ત્રીજા સ્થાનનો વિકલ્પ બની શકે છે. જોકે રવિ શાસ્ત્રીએ એટલી સ્પષ્ટતા કરી છે કે તેઓ ઓપનિંગ જોડી સાથે કોઈ પ્રયોગ નથી કરવા માગતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે