World Cup 2019: વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામે ઓરેન્જ જર્સી પહેરીને ઉતરશે ભારત

ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાન ભારતીય એવી જર્સી પહેરશે જે પાછળથી ઓરેન્જ છે. લોકો આ જર્સીને લઈને ઘણા પ્રકારની વાતો કરી રહ્યાં છે. 

 World Cup 2019: વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામે ઓરેન્જ જર્સી પહેરીને ઉતરશે ભારત

લંડનઃ આઈસીસી વિશ્વકપ-2019માં ભારતીય ટીમ પારંપરિક બ્લૂ કલરની જર્સીમાં દેખાશે પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારા મુકાબલામાં તેણે પોતાની 'અલ્ટરનેટ જર્સી'નો ઉપયોગ કરવો પડશે, જે પાછળથી ઓરેન્જ છે. પરંતુ આગળથી આ જર્સી બ્લૂ છે. ઓરિઝનલ બ્લૂ જર્સીની તુલનામાં આ જર્સીની પાછળનો કલર ઓરેન્જ છે. આ મામલાની જાણકારી રાખનારા એક સૂત્રએ જણાવ્યું કે, જેમ ઘણા લોકો કહી રહ્યાં છે, આ અવે જર્સી નથી. આ એક પ્રકારની અલ્ટરનેટ જર્સી છે અને આઈસીસીના રમતના નિયમો પર આધારિત છે. 

સૂત્રએ કહ્યું, 'લોકો આ જર્સીને લઈને ઘણા પ્રકારની વાતો કરી રહ્યાં છે. તેને અવે જર્સી કહેવામાં આવી રહી છે પણ તેમ નથી. આ એક અલ્ટરનેટ જસ્રી છે, જે ભારતીય ટીમ 30 જૂને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચ દરમિયાન પહેરશે. આઈસીસીના નિયમો અનુસાર જયમાને આઈસીસી ઈવેન્ટમાં રમતા પોતાની જર્સીના કલરને યથાવત રાખવાનો હોય છે. કારણ કે ભારતની જર્સી પણ બ્લૂ કલરની છે, તેમાં ભારતની જર્સીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.'

ભારતે પોતાની પ્રથમ મેચ બુધવારે સાઉથમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમવાની છે. યજમાન ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ મેચમાં આફ્રિકાને પરાજય આપ્યો હતો. તો ઈંગ્લેન્ડે બીજી મેચમાં પાકિસ્તાન સામે પરાજયનો સામનો કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news