World Cup 2023: અમદાવાદની સુરક્ષા અંગે ઉઠાવ્યા હતા સવાલ, હવે આવી પહોંચી પાકિસ્તાની ટીમ

IND vs PAK: ભારતમાં રમાઈ રહેલા આઈસીસી વિશ્વકપ-2023ની સૌથી મોટી મેચ શનિવારે રમાવા જઈ રહી છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થયો ત્યારે પાકિસ્તાને અમદાવાદમાં રમવાની ના પાડી હતી. 

World Cup 2023: અમદાવાદની સુરક્ષા અંગે ઉઠાવ્યા હતા સવાલ, હવે આવી પહોંચી પાકિસ્તાની ટીમ

અમદાવાદઃ ભારતમાં આઈસીસી વિશ્વકપ-2023 રમાઈ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં આજે નવમી મેચ રમાઈ રહી છે. પરંતુ ભારતીય ક્રિકેટ ફેન્સ મેગા ઈવેન્ટના મહા મુકાબલાની રાહ જોઈ રહ્યાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે આમને-સામને હશે. 1 લાખ કરતા વધુ દર્શકોની સામે બાબર આઝમની પાકિસ્તાન અને રોહિત શર્માની ટીમ ઈન્ડિયાનો મુકાબલો રમાશે. પરંતુ જ્યારે વિશ્વકપનું ડ્રાફ્ટ શેડ્યૂલ જાહેર થયું ત્યારે પાકિસ્તાને અમદાવાદમાં રમવાની ના પાડી હતી. 

પાકિસ્તાને અમદાવાદમાં રમવાની પાડી હતી ના
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા જ્યારે વિશ્વકપનું ડ્રાફ્ટ શેડ્યૂલ બનાવવામાં આવ્યું હતું. તેમાં ભારત અને પાકિસ્તાનની મેચનું આયોજન અમદાવાદમાં કરવાનું હતું. આ ડ્રાફ્ટ શેડ્યૂલ સામે આવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના તત્કાલીન અધ્યક્ષ નજમ સેઠીએ અમદાવાદમાં રમવાની ના પાડી હતી. આ અંગે આઈસીસી સામે પણ પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાને અમદાવાદમાં પોતાની ટીમની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ પાકિસ્તાનનો આ વિરોધ ચાલ્યો નહીં.

11 વર્ષ બાદ અમદાવાદમાં પાકિસ્તાન ટીમનું આગમન
તમામ વિરોધ બાદ આઈસીસીએ ફાઈનલ કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં ભારત અને પાકિસ્તાનના મહામુકાબલા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી હતી. હવે આ મેચ 14 ઓક્ટોબર શનિવારે રમાશે. આ માટે પાકિસ્તાનની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. 11 વર્ષ બાદ અમદાવાદમાં પાકિસ્તાનની ટીમ પહોંચી છે. આ પહેલા વર્ષ 2012માં ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાનની ટીમ ભારત સામે ટી20 મેચ રમવા માટે અમદાવાદ આવી હતી. 

ભારત અને પાકિસ્તાન 7 વખત વર્લ્ડ કપમાં આવી ચૂક્યા છે આમનેસામને!
ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો અત્યાર સુધી 7 વખત ટકરાઈ છે. પાકિસ્તાનની ટીમ હજુ સુધી ODI વર્લ્ડ કપમાં ભારતને હરાવી શકી નથી. T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ઘણા વર્ષો સુધી અજેય રહી, પરંતુ 2021માં T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનો અજેય સિલસિલો તૂટી ગયો. જો કે, ભારતે 2022ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પાસેથી તે હારનો બદલો લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news