ક્રિકેટની દુનિયાના લીટલ માસ્ટર, માસ્ટર બ્લાસ્ટર અને મોર્ડન માસ્ટર બધાનું આ મેદાન સાથે શું છે ખાસ કનેક્શન?
આ મેદાન સાથે મહાન ક્રિકેટર્સનો છે ખાસ સંબંધ. એટલું જ નહીં ક્રિકેટની દુનિયાના કિંગ કોહલીની જેમ ભારતીય ક્રિકેટના પ્રિન્સ કહેવાતા શુભમન ગિલ માટે પણ આ મેદાન ખાસ છે. ટીમ ઈન્ડિયાએ આજ મેદાનમાં આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું. હવે ભારત ફાઈનલમાં વિરોધી ટીમને હરાવીને ખિતાબ પોતાના નામે કરવાની તૈયારીમાં છે. ત્યારે જાણીએ આ મેદાન સાથે ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓને શું છે ખાસ નાતો...
Trending Photos
Narendra Modi Cricket Stadium: 19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદ બનશે ઈતિહાસનું સાક્ષી. આ તારીખે ભારત રચશે ઈતિહાસ. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ. ત્યારે જાણીએ કે, જે મેદાનમાં આ મહામુકાબલો થવાનો છે એ મેદાન કેમ ખાસ છે. કેમ ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હોય, ક્રિકેટિંગ બ્રેન ગણાતા કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની હોય, ભારતમાં ક્રિકેટની લોક ચાહના ઉભી કરનાર લીટલ માસ્ટર સુનીલ ગાવાસ્કર હોય, ભારતને પહેલો વર્લ્ડ કપ જીતાડનાર ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલ દેવ હોય કે પછી ક્રિકેટની દુનિયાના મોર્ડન માસ્ટર વિરાટ કોહલી હોય દરેકને કેમ ખુબ ગમે છે અમદાવાદનું આ મેદાન?
જે મેદાનમાં જે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાનાર છે એ મેદાન સાથેની કેટલી રોચક વાતો પણ જાણવા જેવી છે. જાણો ગાવસ્કરથી ક્રિકેટના ભગવાન સુધી બધા માટે કેમ અમદાવાદનું આ સ્ટેડિયમ છે ખાસ? વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સાથે જોડાયેલો ઈતિહાસ અને તેની વિશેષતા...ગત ટર્મના વિજેતા ઈંગ્લેન્ડ અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે અમદાવાદમાં રમાયેલી પહેલી મેચથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થઈ હતી. ફાઈનલ મેચ પણ આજ સ્ટેડિયમમાં રમાશે. ભારતે વર્લ્ડકપમાં આજ મેદાનમાં પાકિસ્તાનને હરાવ્યું છે. આ સ્ટેડિયમમાં 1 લાખ અને 10 હજાર પ્રેક્ષકો એક સાથે બેસીને આરામથી મેચ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણો વિશ્વના સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમમાં શું છે ખાસ અને કયા રેકોર્ડનો આ સ્ટેડિયમ સાથે જોડાયેલો છે ઈતિહાસ...
ભારતીય ક્રિકેટની આન બાન અને શાન ગણાતા સુનિલ ગાવસ્કર, કપિલ દેવ અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર સહિતના મહાન ખેલાડીઓનું અમદાવાદના આ ક્રિકેટ સ્ટેડિયમ સાથે છે ખાસ કનેક્શન. પહેલાં આ સ્ટેડિયમનનું નામ મોટેરા સ્ટેડિયમ અથવા સરદાર સ્ટેડિયમ હતું. જ્યારે હવે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે ઓળખાય છે. નામ બદલાયું છે પણ અહીંનો ક્રિકેટ સાથે જોડાયેલો ઈતિહાસ અકબંધ છે. ભારત સહિત વર્લ્ડ ક્રિકેટના મહાનત્તમ ખેલાડીઓનો આ સ્ટેડિયમ સાથે ખાસ સંબંધ રહ્યો છે. શું છે અહીંની માટી સાથે મહાન ખેલાડીઓનો સંબંધ અને ક્રિકેટના કયા રેકોર્ડ છે આ મેદાનના નામે....શું છે આ સ્ટેડિયમની ખાસિયતો એ પણ જાણીએ...
વર્લ્ડ કપ ફાઈનલ મેચને પગલે દેશ અને દુનિયાભરની અહીં સંખ્યાબંધ દર્શકો, વીવીઆઈપી અને ખાસ કરીને ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને પગલે અમદાવાદ શહેર હાલ સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયું છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં અલગ અલગ લેયર સિસ્ટમ સાથે સુપર સિક્યોરિટી ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, નવીનીકરણ બાદ ફેબ્રુઆરી 2021માં આ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. એ પહેલાં પણ વર્ષોથી આ સ્ટેડિયમ કાર્યરક હતુ. ત્યારે જાણીએ કે, આ સ્ટેડિયમ સાથે ક્રિકેટના કયા કયા રેકોર્ડ જોડાયેલાં છે.
ક્રિકેટના ભગવાન સહિત આ સ્ટેડિયમ સાથે મહાન ખેલાડીઓને છે ખાસ સંબંધઃ
મોટેરા સ્ટેડિયમમાં નોંધાયેલા રેકોર્ડઃ
- મોટેરાના ઈતિહાસમાં આ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ
- સુનિલ ગાવસ્કરે 10 હજાર રન મોટેરા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે પૂરા કર્યા હતા
- કપિલ દેવે કુલ 432 વિકેટ ઝડપી રિચર્ડ હેડલિનોનો રેકોર્ડ મોટેરા સ્ટેડિયમમાં તોડ્યો હતો
- ઓક્ટોબર 1999માં સચિને પોતાની કારર્કિદીની પહેલી બેવડી સદી મોટેરામાં ફટકારી હતી
- મોટેરામાં જ સચિને 2009માં શ્રીલંકા સામે ક્રિકેટ કારર્કિદીના 20 વર્ષ પૂર્ણ કર્યા હતા
- 2009માં મોટેરામાં જ સચિને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 30 હજાર રન પૂર્ણ કર્યા હતા
- મોટેરામાં જ સચિન તેંડુલકર પહેલો ક્રિકેટર બન્યો જેણે વન-ડેમાં 18 હજાર રન નોંધાવ્યા હોય
- એબી ડિવિલીયર્સે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી બેવડી સદી મોટેરામાં ફટકારી હતી
મોટેરામાં ટેસ્ટ મેચ રેકોર્ડઃ
- શ્રીલંકાએ ભારત સામે એક ઈનિંગમાં સૌથી હાઈએસ્ટ 760 રન ફટકાર્યા હતા
- દક્ષિણ આફ્રિકા સામે ભારતનો એક ઈનિંગનો સૌથી ઓછો સ્કોર 76 રન રહ્યો છે
- શ્રીલંકાના મહિલા જયવર્ધનેએ એક ઈનિંગમાં સર્વાધિક 275 રન ફટકાર્યા છે
- 1983માં કપિલ દેવે વેસ્ટઈન્ડિઝ સામે એક ઈનિંગમાં સૌથી વધુ 9 વિકેટ ઝડપી હતી
- વેન્કટપથી રાજુએ 1994માં ટેસ્ટ મેચમાં સૌથી વધુ 11 વિકેટ ઝડપી હતી
- મોટેરામાં સૌથી વધુ રન કરનાર ખેલાડી રાહુલ દ્રાવિડ છે જેણે 771 રન ફટકાર્યા છે
- કુલ 36 વિકેટ સાથે અનિલ કુંબલેએ મોટેરામાં સૌથી વધુ વિકેટ ઝડપી છે
- મોટેરા ખાતે સચિન તેંડુલકરે પોતાના આંતરરાષ્ટ્રિય કરિઅરના 20 હજાર રન પુરા કર્યા હતા.
શું છે સ્ટેડિયમની ખાસિયતોઃ
- 800 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે સ્ટેડિયમ
- ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે.
- સ્ટેડિયમમાં કુલ 1.10 લાખ લોકો સાથે મેચ જોઇ શકે છે
- જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊડથી વધારે છે
- મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા હતી
- કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે
- મેદાન પર કુલ 11 પીચ છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે
- મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે. એટલે કે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર
- આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે
- વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે
- ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાય શકે છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે