New Zealand રમ્યા વિના જ થઈ જશે World Cup માંથી બહાર? પાકિસ્તાનના નસીબ ખૂલ્યા
ન્યુઝીલેન્ડ પાસે વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં પહોંચવાનો કેટલો ચાન્સ છે અને પાકિસ્તાન પાસે કેટલો મોકે છે તેના પર સૌ કોઈની નજર છે. આ બન્નેની વચ્ચે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા શું કરી શકે છે તે જોવાનું પણ રસપ્રદ રહેેશે...
Trending Photos
World Cup 2023 Semi Final Qualification: આવતીકાલે એટલે કે ગુરુવારે 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વર્લ્ડ કપ 2023ની એક મહત્વપૂર્ણ મેચમાં ટકરાશે. બેંગલુરુમાં રમાનાર મેચમાં વરસાદનો ખતરો છે. જો મેચ રદ થશે તો કિવી ટીમ અંતિમ મેચ રમ્યા વિના વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અત્યાર સુધીમાં 3 ટીમો નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા પહેલાં જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. ચોથી ટીમ માટે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે. ત્રણેય ટીમોના 8-8 મેચ બાદ 8-8 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટ માઈનસમાં હોવાને કારણે અફઘાન ટીમ મુશ્કેલ સ્થિતિમાં છે. કિવિ ટીમને રાઉન્ડ રોબિનની તેની છેલ્લી મેચમાં 9 નવેમ્બરે બેંગલુરુમાં શ્રીલંકાનો સામનો કરવો પડશે. પરંતુ હવામાનને લઈને અહીંથી કોઈ સારા સમાચાર નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ વધી રહી છે.
ન્યુઝીલેન્ડની ટીમની વાત કરીએ તો તેણે 2015 અને 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. એટલે કે છેલ્લાં 2 વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. 2023માં પણ ટીમે સારી શરૂઆત કરી અને સતત 4 મેચ જીતી છે પરંતુ સતત ચાર પરાજયથી તેની આશાને ફટકો પડ્યો છે. સુકાની કેન વિલિયમસન અને ઘણા ખેલાડીઓની ઈજાના કારણે ટીમ પરેશાન છે. 9 નવેમ્બરના રોજ બેંગલુરુના હવામાનની વાત કરીએ તો 80 ટકા વરસાદની અપેક્ષા છે. આવી સ્થિતિમાં જો મેચ રદ્દ થાય છે તો તે ન્યૂઝીલેન્ડ માટે બેવડા ઝટકાથી ઓછું નહીં હોય. કારણ કે વર્તમાન વર્લ્ડ કપમાં શ્રીલંકાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. આ સિવાય ન્યૂઝીલેન્ડને મેચમાંથી માત્ર એક પોઈન્ટ મળશે.
…તેથી 9 મેચમાં 9 પોઈન્ટ હશે-
ન્યુઝીલેન્ડની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તેના 8 મેચમાં 8 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં જો ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થાય છે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડના 9 મેચમાં 9 પોઈન્ટ થઈ જશે. પાકિસ્તાનના હાલ 8 મેચમાં 8 પોઈન્ટ છે. 11 નવેમ્બરે તેની છેલ્લી મેચમાં તેણે ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે. આવી સ્થિતિમાં, જો બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ ઇંગ્લેન્ડની ટીમને હરાવવામાં સફળ થાય છે, તો તે ન્યુઝીલેન્ડને પાછળ છોડી દેશે. 2019ના વર્લ્ડ કપની વાત કરીએ તો ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 14 રને હરાવ્યું હતું. પરંતુ જો વર્લ્ડ કપના ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ 5-4થી આગળ છે.
શ્રીલંકા માટે ચેમ્પિયન્સ ટ્રોફી મહત્વપૂર્ણ-
શ્રીલંકાની ટીમ અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી માત્ર 2 જ જીતવામાં સફળ રહી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે. કુશલ મેન્ડિસની આગેવાની હેઠળની ટીમ છેલ્લી મેચ જીતવા માંગશે. 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફિકેશન માટે પણ આ મહત્વપૂર્ણ છે. વર્લ્ડ કપ 2023ની ટોપ-7 ટીમોને ટૂર્નામેન્ટમાં સ્થાન મળશે. છેલ્લી મેચમાં એન્જેલો મેથ્યુસના ટાઈમ આઉટને લઈને પણ વિવાદ થયો હતો. તેની અસર પરિણામ પર પણ જોવા મળી અને બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવ્યું.
ન્યુઝીલેન્ડ હજુ સુધી ODI અને T20 વર્લ્ડ કપ જીતી શક્યું નથી. આવી સ્થિતિમાં ટીમ ફાઈનલ મેચમાં પોતાની સંપૂર્ણ તાકાત આપવા ઈચ્છશે. તે પાકિસ્તાન સામે 401 રન બનાવીને હારી ગયા હતા. આ મેચમાં પણ વરસાદના કારણે ડકવર્થ લુઈસ નિયમનો સહારો લેવો પડ્યો હતો. પાકિસ્તાનની વાત કરીએ તો તેમણે છેલ્લે 1992માં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આવી સ્થિતિમાં બાબર આઝમ પણ ટીમની લાંબી રાહનો અંત લાવવા ઈચ્છશે. 2022માં યોજાયેલા T20 વર્લ્ડ કપની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી, પરંતુ તેને ઇંગ્લેન્ડના હાથે હાર મળી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ પણ તે હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે