World Cup 2023 Semi-Final: કોની પાસે છે સેમીફાઈનલમાં પહોંચવાની સારી તક, પાકિસ્તાન કે ન્યૂઝીલેન્ડ? આ રીતે સમજો ગણિત
WC 2023 Semi-Final: વિશ્વકપ 2023માં અફઘાનિસ્તાનની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાર બાદ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ માટે સેમીફાઈનલનો માર્ગ કેટલીક રીતે સરળ બની ગયો છે.
Trending Photos
Pakistan WC 2023 Semifinal Chance: વિશ્વકપ-2023માં મંગળવારે રમાયેલા મુકાબલામાં અફઘાનિસ્તાન પર ઓસ્ટ્રેલિયાની જીતથી પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશાને વધુ મજબૂતી મળી છે. હવે પાકિસ્તાનની ટીમે સેમીફાઈનલમાં પહોંચવા માટે પોતાના અંતિમ મુકાબલામાં મોટી જીત હાસિલ કરવી પડશે.
વર્લ્ડ કપ 2023માં મંગળવારે રમાયેલા મુકાબલામાં અફઘાનિસ્તાન પર ઓસ્ટ્રેલિયાની જીતે પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશાને વધુ મજબૂતી આપી છે. હવે પાકિસ્તાનની ટીમે પોતાના અંતિમ મુકાબલામાં મોટી જીત હાસિલ કરી સેમીફાઈનલમાં પહોંચી શકે છે.
હકીકતમાં અફઘાનિસ્તાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત મેળવી લેત તો તે 5 જીતની સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી જાત. તેવામાં જો તે પોતાના અંતિમ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને હરાવી દેત કે કોઈ કારણે મેચ રદ્દ થઈ જાય તો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ પોતાનો અંતિમ મુકાબલો જીતીને પણ સેમીફાઈનલમાં પહોંચી શકત નહીં.
તો ઓસ્ટ્રેલિયા સામે જીત્યા બાદ અફઘાનિસ્તાન જો છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હારી જાત તો પણ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડના અંતિમ મુકાબલો ગુમાવવાની સ્થિતિમાં પણ અફઘાનિસ્તાનને અંતિમ-4માં જગ્યા મળી જાત. પરંતુ ઓસ્ટ્રેલિયાની જીતે અફઘાન ટીમ માટે તમામ સમીકરણો બગાડી દીધા છે. આમ તો અફઘાનિસ્તાનની હારથી ન્યૂઝીલેન્ડને પણ ફાયદો થયો છે. તે પોતાનો અંતિમ મુકાબલો જીતીને સેમીફાઈનલમાં પહોંચી શકે છે.
હવે પાકિસ્તાન માટે શું છે સેમીફાઈનલના સમીકરણ?
સેમીફાઈનલ માટે ત્રણ ટીમ નક્કી થઈ ગઈ છે અને ચોથા સ્થાન માટે ચાર ટીમ રેસમાં છે. પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન 4-4 જીતની સાથે આ રેસમાં બરાબરી પર છે. તો નેધરલેન્ડ્સ પણ બે જીત સાથે રેસમાં ટક્કર આપી રહી છે. અહીં જો પાકિસ્તાને રેસમાં સૌથી આગળ નિકળવું છે તો તેણે સૌથી પહેલા પોતાના અંતિમ મુકાબલામાં ઈંગ્લેન્ડ પર મોટા અંતરે જીત મેળવવી પડશે. આ સાથે તેણે તે દુવા કરવી પડશે કે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન પોતાની અંતિમ મેચ હારી જાય અથવા ખુબ ઓછા અંતરે જીતે. જેથી નેટ રનરેટના આધારે પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે.
જો ન્યૂઝીલેન્ડ જીત્યું તો પાકિસ્તાનની આશા પર પાણી ફરશે
આવતીકાલે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટક્કર થવાની છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે માત્ર જીત મેળવવાની છે. જો આ મેચ વરસાદથી રદ્દ થાય તો પણ પાકિસ્તાનને ફાયદો થઈ શકે છે. જો ન્યૂઝીલેન્ડ 1 રને પણ શ્રીલંકાને હરાવે તો પાકિસ્તાને હાલની નેટ રનરેટને જોતા સેમીફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડને 130+ રનથી હરાવવું પડશે. જો પાકિસ્તાનની ટીમ બીજી બેટિંગ કરે તો તેણે લક્ષ્ય લગભગ 28 ઓવરમાં હાસિલ કરવો પડશે. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડનું ભાગ્ય પોતાના હાથમાં છે.
જો પાકિસ્તાનની ટીમ પોતાના અંતિમ મુકાબલો હારી જાય તો તેણે ન્યૂઝીલેન્ડની શ્રીલંકા સામે મોટી હારની દુવા કરવી પડશે. તેણે તે પણ દુવા કરવી પડશે કે અફઘાનિસ્તાન છેલ્લા મુકાબલામાં આફ્રિકા સામે હારી જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે