World Cup 2023: સતત છ હાર બાદ બાંગ્લાદેશને મળી જીત, શ્રીલંકા વિશ્વકપમાંથી આઉટ

World Cup 2023: બાંગ્લાદેશે શ્રીલંકાને નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ત્રણ વિકેટે પરાજય આપ્યો છે. વિશ્વકપમાં છ હાર બાદ બાંગ્લાદેશને આ જીત મળી છે. 

World Cup 2023: સતત છ હાર બાદ બાંગ્લાદેશને મળી જીત, શ્રીલંકા વિશ્વકપમાંથી આઉટ

World Cup 2023: બાંગ્લાદેશે શ્રીલંકાને નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા વર્લ્ડ કપ મુકાબલામાં 3 વિકેટથી હરાવી દીધુ છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 279 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાએ બાંગ્લાદેશ સામે 280 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. લક્ષ્યનો પીચો કરતા બાંગ્લાદેશની ટીમે 41.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 282 રન બનાવી મેચ જીતી લીધી હતી. વિશ્વકપ 2023માં બાંગ્લાદેશે સતત છ હાર બાદ આ જીત મેળવી છે. બાંગ્લાદેશ માટે નઝમુલ હસન શાન્તાએ સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે કેપ્ટન શાકિબ અલ હસને 82 રનની ઈનિંગ રમી હતી. 

શ્રીલંકાએ બાંગ્લાદેશને 280 રનનો આપ્યો હતો લક્ષ્ય
શ્રીલંકા ચરિથ અસલંકાની શાનદાર સદી છતાં માત્ર 279 રન બનાવી શક્યું હતું. અસંલકાએ વનડે કરિયરની બીજી સદી ફટકારતા 105 બોલમાં પાંચ સિક્સ અને છ ચોગ્ગાની મદદથી 108 રન બનાવ્યા હતા. તેણે ધનંજય ડિસિલ્વા (34) ની સાથે છઠ્ઠી વિકેટ માટે 78 અને સદીરા સમરવિક્રમા (41) ની સાથે ચોથી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી, તેમ છતાં ટીમ 49.3 ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. 

તંઝીમ હસને ઝડપી ત્રણ વિકેટ
બાંગ્લાદેશ તરફથી ફાસ્ટ બોલર તંઝીમ હસને 80 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. શરીફુલ ઇસ્લામ (52 રન પર 2 વિકેટ) અને કેપ્ટન શાકિબ અલ હસન (57 રન પર 2 વિકેટ) એ બે-બે સફળતા મેળવી હતી. બાંગ્લાદેશની સટીક બોલિંગ માટે શ્રીલંકાએ નિયમિત સમયે વિકેટ ગુમાવી હતી. 

શ્રીલંકા-બાંગ્લાદેશ મેચમાં ભારે બબાલ
વિશ્વકપ 2023માં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં બબાલ પણ જોવા મળી હતી. શ્રીલંકાની ઈનિંગમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને એન્જેલો મેથ્યુસને ટાઇમ આઉટ હેઠળ કોઈ બોલ રમ્યા વગર પેવેલિયન પરત ફરવા માટે મજબૂર કર્યો હતો. આ કારણે બંને ટીમો વચ્ચે મેચ દરમિયાન ટસલ જોવા મળી હતી. ઘણીવાર બંને ટીમના ખેલાડીઓ વચ્ચે માહોલ ઉગ્ર જોવા મળ્યો હતો. તેનું પરિણામ તે આવ્યું કે મેચના અંતમાં શ્રીલંકાની ટીમે બાંગ્લાદેશના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news