World Cup 2019: શ્રીલંકાએ ટીમની કરી જાહેરાત, આશ્ચર્યજનક ખેલાડીઓનો સમાવેશ

લસિથ મલિંગાના બદલે કેપ્ટન બનાવાયેલ દિમુથ કરુણારત્નેએ 2015ના વર્લ્ડકપ બાદથી વન ડે મેચ રમી જ નથી, ટીમ સામે અનેક સવાલો

World Cup 2019: શ્રીલંકાએ ટીમની કરી જાહેરાત, આશ્ચર્યજનક ખેલાડીઓનો સમાવેશ

કોલંબો : શ્રીલંગાએ 30 મેથી ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ (World Cup 2019) માટે 15 ખેલાડીઓની પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. તેણે આ ટીમ (World Cup squad)ની કેપ્ટન્સી 32 વર્ષનાં દિમુથ કરુણારત્નેને સોંપી છે. કેપ્ટન્સીમાંથી હટાવાયેલા ફાસ્ટ બોલર લસિથ મલિંગા (Lasith Malinga)ને પણ વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મલિગાના સ્થાને કેપ્ટન બનાવાયેલ દિમુથ કરુણારત્ને ((Dimuth Karunaratne)એ 2015 વર્લ્ડ કપ બાદથી ક્રિકેટ જ નથી રહી. એવામાં ટીમના સમીકરણો મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

શ્રીલંકા વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરનારો આ છઠ્ઠો દેશ છે. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે પોતાની ટીમ જાહેર કરી હતી. ત્યાર બાદ ભારત, ઓસ્ટ્રેલિયા,  ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ પણ વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી ચુક્યા છે. હવે માચ્ર ચાર દેશ પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાનને ટીમની જાહેરાત કરવાની બાકી છે. 

શ્રીલંકા ક્રિકેટ (SLC)ના પ્રમુખ શમ્મી સિલ્વાએ ગુરૂવારે ટીમની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમને આશા છે કે તેઓ (લસિથ મલિંગા) દેશ માટે રમશે. એવી અટકળો હતી કે 35 વર્ષના મલિંગા કેપ્ટન્સી છિનવાયા બાદ ક્રિકેટને અલવીદા કહી દેશે. પસંદગી સમિતીના પ્રમુખ ડિમેલે કહ્યું કે, મે ફોન કરીને તેમની સાથે વાત કરી છે અને તેની સાથે કારણો અંગે પણ ચર્ચા કરી છે.

શ્રીલંકાને વર્લ્ડકપમાં પહેલી મેચ એક જુને ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમવાની છે. શ્રીલંકાની વર્લ્ડકપ ટીમમાં કેપ્ટન્સી કરુણારત્ને ઉપરાંત જીવન મેંડિસ, મિલિંદા સિરિવર્ધને, જૈફ્રી વૈંડરસેનું પણ ટીમમાં પુન:આગમન થયું છે. દિમુથ કરુણારત્ને અગાઉ શ્રીલંકાની ટેસ્ટ ટીમની કેપ્ટન્સી સંભાળી રહ્યા હતા. 30 વર્ષના આ ખેલાડીએ 9 વર્ષના ઇન્ટરનેશનલ કેરિયરમાં 60 ટેસ્ટ મેચ રમી છે. વનડે ક્રિકેટમાં તેને માત્ર 17 મેચો રમવાની જ તક મળી છે. 

શ્રીલંકન ટીમ
દિમુથ કરુણારત્ને (કેપ્ટન), લશિત મલિંગા, એંજેલો મૈથ્યૂઝ, તિસારા પરેરા, કુસલ પરેરા, ધનંજય ડિસિલ્વા, કુસલ મેંડિસ, ઇસુરૂ ઉદાના, મિલિંદા સિરિવર્ધને, અવિષ્કા ફર્નાંડો, જીવન મેંડિસ, લાહિરુ થિરિમત્રે, જૈકી વેંડરસે, નુવાન પ્રદીપ અને સુરંગા લકમલ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news