World Cup 2019: ભારતીય ક્રિકેટરોનું ખરાબ ફોર્મ અને ઇજા બની ચિંતા, 15મીએ ટીમ પસંદગી

ઇંગ્લેડમાં યોજાનાર આઇસીસી વર્લ્ડ કપ (World Cup 2019) માં હવે ફક્ત 49 દિવસ (World Cup Countdown) બાકી છે. દુનિયાના મોટાભાગના ક્રિકેટર હાલમાં ઇન્ડીયન ટી20 લીગ (આઇપીએલ-12) માં જોર અજમાવી રહ્યા છે. પંજાબ માટે રમી રહેલા દક્ષિણ આફ્રીકાના હરડસ વિલિયન તો આઇપીએલને વર્લ્ડ કપના સ્તરનું ટૂર્નામેંટ ગણાવી રહ્યા છે. તેમાં કોઇ શક નથી કે ઘણા ખેલાડી આઇપીએલમાં સારું પ્રદર્શન કરી પોત-પોતાની ટીમોમાં સ્થાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્પષ્ટ છે કે એવામાં બધી ટીમોના પસંદગીકર્તાની નજર આઇપીએલ પર છે. 
World Cup 2019: ભારતીય ક્રિકેટરોનું ખરાબ ફોર્મ અને ઇજા બની ચિંતા, 15મીએ ટીમ પસંદગી

નવી દિલ્હી: ઇંગ્લેડમાં યોજાનાર આઇસીસી વર્લ્ડ કપ (World Cup 2019) માં હવે ફક્ત 49 દિવસ (World Cup Countdown) બાકી છે. દુનિયાના મોટાભાગના ક્રિકેટર હાલમાં ઇન્ડીયન ટી20 લીગ (આઇપીએલ-12) માં જોર અજમાવી રહ્યા છે. પંજાબ માટે રમી રહેલા દક્ષિણ આફ્રીકાના હરડસ વિલિયન તો આઇપીએલને વર્લ્ડ કપના સ્તરનું ટૂર્નામેંટ ગણાવી રહ્યા છે. તેમાં કોઇ શક નથી કે ઘણા ખેલાડી આઇપીએલમાં સારું પ્રદર્શન કરી પોત-પોતાની ટીમોમાં સ્થાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્પષ્ટ છે કે એવામાં બધી ટીમોના પસંદગીકર્તાની નજર આઇપીએલ પર છે. 

આઇપીએલની ગત કેટલીક મેચોની વાત કરીએ તો વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો માટે સારા સમાચાર છે કે તેમના ખેલાડી સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય ટીમ માટે ઉત્સાહજનક સમાચાર નથી. આઇપીએલમાં ભારતીય ક્રિકેટર એવું પ્રદર્શન નથી કરી રહ્યા, જેવી તેમની પાસે આશા હતી. બીજી તરફ ક્રિકેટરો ઇજાગ્રસ્ત થતાં ટીમ ઇન્ડીયાની ચિંતા વધી રહી છે. જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા ઇજાના લીધે મેચની બહાર છે. 

આઇપીએલમાં અત્યાર સુધી 24 મેચ રમાઇ ચૂકી છે. આ મેચો બાદ બેટ્સમેનો અને બોલરોની જે યાદી છે, તેમાં એકલ-દોકલ ખેલાડી ટોપ-5માં સ્થાન બનાવી શક્યા છે. જો આપણે બેટીંગની વાત કરીએ તો ટોપ-5માં ફક્ત કેએલ રાહુલ છે. તે બીજા નંબર પર છે. જો આપણે ટોપ-10ની વાત કરીએ તો તેમાં રાહુલની સાથે વિરાટ-કોહલી (7મા) સામેલ છે. પરંતુ રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂનું ટોપ-10 ન નથી તેનો અર્થ એ છે કે તે લયમાં નથી. ઋષભ પંત આ યાદીમાં 12મા અને એમએસ ધોની 20મા નંબર પર છે. 

                                                                                                                                                                                                   આઇપીએલ-12ના ટોપ 5 બેટ્સમેન

ખેલાડી મેચ રન
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) 6 349
કેએલ રાહુલ (ભારત) 7 317
જોની બેયરસ્ટો (ઇંગ્લેડ) 6 263
આંદ્રે રસેલ (વેસ્ટઇન્ડીઝ) 6 257
ક્રિસ ગેલ (વેસ્ટઇન્ડીઝ) 6 223

બોલરોની સ્થિતિ કંઇ ઠીક નથી. મોહમંદ શમી અને યુજવેંદ્વ ચહલ અત્યાર સુધી ટોઅપ-5માં છે. પરંતુ ભુવનશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ લયમાં ન હોવાથી ચિંતાનો વિષય છે. ભુવી તો છ મેચોમાં ફક્ત 3 વિકેટ લઇ શક્યા છે. તે બોલરોની યાદીમાં 39મા નંબરે છે. તેમાંથી 28 બોલરો તેમના કરતાં વધુ વિકેટ લઇ ચૂક્યા છે. ભુવી સહિત 11 બોલરો ત્રણ-ત્રણ વિકેટ લઇને બરાબરી પર છે. બુમરાહે છ મેચમાં છ વિકેટ લીધી છે. તે યાદીમાં પાંચ બોલરોની સાથે સંયુક્ત રીતે 12મા નંબરે છે. 
 

આઇપીએલ-12ના ટોપ 5 બોલર  
ખેલાડી મેચ વિકેટ
કૈગિસો રબાડા (દ.આફ્રિકા) 6 11
ઇમરાન તાહિર (દ.આફ્રિકા) 6 9
યુજવેંદ્વ ચહલ (ભારત) 6 9
મોહમંદ શમી (ભારત) 7 9
શ્રેયસ ગોપાલ (ભારત) 5 8

હાર્દિક પંડ્યા સૌથી મોંઘા બોલર
હાર્દિક પંડ્યાએ પણ છ મેચોમાં છ વિકેટ ઝડપી છે. પરંતુ તેમણે આ મેચોમાં 19 ઓવરોમાં 201 રન આપ્યા છે. તે આઇપીએલમાં પાંચ અથવા તેનાથી વધુ વિકેટ લેનાર બોલરોમાં સૌથી વધુ રન આપનાર બોલર છે. જોકે હાર્દિક પંડ્યા બેટીંગમાં લયમાં છે. અને અત્યાર સુધી 30.25ની સરેરાશ અને 172.85ના સ્ટ્રાઇક રેટથી 121 રન બનાવી ચૂક્યા છે. વિજય શંકર પણ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં જગ્યા બનાવવાના પ્રયત્નમાં છે. તેમણે બેટીંગમાં તો ઠીક-ઠાક પ્રદર્શન કર્યું છે. પર6તુ બોલરોમાં અસરહીન રહ્યા છે. તેમણે બે મેચમાં બોલરની, વિકેટ લઇ શક્યા નહી. 

દીપક ચાહરનું શાનદાર પ્રદર્શન
દીપર ચાહર તે ક્રિકેટરોમાંથી છે, જે ટીમ ઇન્ડીયાના તે કોર ગ્રુપમાં સામેલ નથી, જેમણે વર્લ્ડકપની ટીમ સિલેક્ટ કરવાની છે. પરંતુ તેમણે 6 મેચોમાં 8 વિકેટ લઇને ચોથા પેસર માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. ચેન્નઇ માટે રમનાર આ બોલર નવી બોલ પર કંટ્રોલ સાથે બોલીંગ કરે છે અને કેપ્ટન એમએસ ધોનીનું મુખ્ય હથિયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news